IND vs ENG Test: 24 કલાકમાં જ અશ્વિનની વાપસી... કૌટુંબિક ઈમરજન્સીના કારણે થયો હતો દૂર!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અશ્વિનને લઈને એક અપડેટ શેર કરી છે
ADVERTISEMENT
R Ashwin, India Vs England Rajkot Test day 4: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચ માટે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ફરીથી ભારતીય ટીમ સાથે જોડાઈ રહ્યો છે. અશ્વિન રાજકોટ ટેસ્ટ મેચના ચોથા દિવસે લંચની આસપાસ ટીમ સાથે જોડાશે. અશ્વિનની ટીમમાં વાપસી ખૂબ જ સારા સમાચાર છે કારણ કે ચોથી ઇનિંગ્સમાં ભારતને તેની સ્પિન બોલિંગની ખૂબ જરૂર પડશે.
આ કારણે અશ્વિનની થયો હતો બહાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અશ્વિનને લઈને એક અપડેટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે બીજા દિવસની રમત બાદ મેડિકલ ઈમરજન્સીના કારણે અશ્વિને તાત્કાલિક અસરથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અશ્વિનની માતાની તબિયત લથડી હતી. ત્રીજા દિવસે અશ્વિનની જગ્યાએ દેવદત્ત પડિકલ મેદાનમાં આવ્યો હતો.
BCCI એ કરી પુષ્ટિ
BCCIએ કહ્યું છે કે, આ ખુશીની વાત છે કે આર અશ્વિન પારિવારિક ઇમરજન્સીના કારણે ટૂંકી ગેરહાજરી બાદ પરત ફરી રહ્યો છે. કૌટુંબિક ઇમરજન્સીના કારણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટના બીજા દિવસ બાદ અશ્વિનને અસ્થાયી રૂપે ટીમમાંથી ખસી જવું પડ્યું હતું. આર અશ્વિન અને ટીમ મેનેજમેન્ટ બંને એ પુષ્ટિ કરતા ખુશ છે કે તે ચોથા દિવસે ફરી એક્શનમાં આવશે અને ચાલુ ટેસ્ટ મેચમાં ટીમમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT
ADVERTISEMENT