IND vs ENG: યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી, બનાવ્યો આ ખાસ રેકૉર્ડ
યશસ્વી જયસ્વાલ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી વિઝાગ ટેસ્ટના 1 દિવસના…
ADVERTISEMENT
- યશસ્વી જયસ્વાલ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો
- જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી
- વિઝાગ ટેસ્ટના 1 દિવસના અંતે જયસ્વાલ 179 રન પર અણનમ રહ્યો હતો
IND vs ENG, 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતાં ભારતની ટીમે 396 રન ફટકાર્યા હતા. જેમાં મુખ્ય ફાળો યશસ્વી જયસ્વાલનો (Yashasvi Jaiswal) છે. આ મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન
યશસ્વી 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં ગાવસ્કર બીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં 224 રનની ઇનિંગ રમી હતી. આ યાદીમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદના નામે છે.
ADVERTISEMENT
ટેસ્ટમાં ભારત માટે ડાબોડી બેટ્સમેન દ્વારા બેવડી સદી
- 239 સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ 2007
- 227 વિનોદ કાંબલી વિરુદ્ધ ઝિમ્બાબ્વે દિલ્હી 1993
- 224 વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ મુંબઈ WS 1993
- 206 ગૌતમ ગંભીર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દિલ્હી 2006
- 201* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વિઝાગ 2024
277 બોલમાં જયસ્વાલે ફટકારી બેવડી સદી
યશસ્વી જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ADVERTISEMENT