IND v BAN Live Updates: ઝડપી શરૂઆત બાદ બાંગ્લાદેશને ત્રીજો ઝટકો, મોહમ્મદ સિરાજને મળી સફળતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs Bangladesh World Cup 2023 Match LIVE Updates: આજે બાંગ્લાદેશ અને ભારત વર્લ્ડ કપ 2023 ની મેચ નંબર 17 માં બાંગ્લાદેશ સામે છે. બાંગ્લાદેશી ટીમનો નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન મેચની બહાર છે. તેની જગ્યાએ નઝમુલ હસન શાંતોએ કેપ્ટનશીપ સંભાળી છે. ભારતીય ટીમે આ મેચમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારતીય ટીમે ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે અને જીતની હેટ્રિક લગાવી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ તેણે અફઘાનિસ્તાનને આઠ વિકેટે અને પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આજે ભારતનો સામનો બાંગ્લાદેશ સામે છે. રોહિત બ્રિગેડ બાંગ્લાદેશી ટીમને સહેજ પણ હળવાશથી લેવા માંગશે નહીં. તાજેતરમાં યોજાયેલા એશિયા કપમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.

Live Updates:

ADVERTISEMENT

  • મોહમ્મદ સિરાજે મહેંદી હસન મિરાજને 3 રનમાં આઉટ કર્યો હતો.
  • રવિન્દ્ર જાડેજાએ 110ના સ્કોર પર ભારતને બીજી સફળતા અપાવી હતી. કેપ્ટન નઝમુલ હસન શાંતો (8) જાડેજાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.
  • કુલદીપ યાદવે ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી છે. તેણે બાંગ્લાદેશી ઓપનર તંજીદ હસન (51)ને આઉટ કર્યો હતો.

  • બાંગ્લાદેશે 8 ઓવરના અંતે 37 રન બનાવી લીધા છે. બાંગ્લાદેશે 8મી ઓવરમાં 10 રન બનાવ્યા છે. તંજીદ 23 રને અને લિટન 12 રને રમતમાં છે. છેલ્લી ત્રણ ઓવરમાં બાંગ્લાદેશી ઓપનરોએ 10, 8 અને 9 રન બનાવ્યા છે.
  • 4 ઓવરની રમત પૂરી થઈ. બાંગ્લાદેશનો સ્કોર 6 રન છે. લિટન દાસ (0), તનજીદ હસન (6) વિકેટ પર છે.
  • જસપ્રીત બુમરાહે મેચની ત્રીજી ઓવર મેડન નાખી. બાંગ્લાદેશે ત્રણ ઓવરના અંતે 5 રન બનાવી લીધા છે.

ભારત સામે બાંગ્લાદેશની પ્લેઇંગ-11

ભારત સામે બાંગ્લાદેશની પ્લેઈંગ 11: લિટન દાસ, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT