IND vs AUS T20: ઓસ્ટ્રેલિયાએ ફરી ટોસ જીત્યો, ભારતીય ટીમને પહેલા બેટિંગ, પ્લેઈંગ-11માં થયો ફેરફાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટેન મેથ્યૂ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા પહેલા જ ત્રણ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે. આ શ્રેણીમાં યજમાન ટીમ હાલમાં 3-1થી આગળ છે. આજે ઓસ્ટ્રેલિયન ટીમ સિરીઝની છેલ્લી મેચ જીતીને હારના માર્જીનને ઘટાડવા માંગશે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસને જીત સાથે સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11

ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ.

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ટ્રેવિસ હેડ, જોશ ફિલિપ, બેન મેકડેર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન), બેન દ્વારશુઈસ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સાંગા.

ADVERTISEMENT

બંને ટીમોમાં એક-એક ફેરફાર કરાયા

મેચ માટે બંને ટીમોમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સ્પિનર ​​ક્રિસ ગ્રીનના સ્થાને નાથન એલિસને તક આપી છે. તે જ સમયે, ભારતીય ટીમે દીપક ચહરની જગ્યાએ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું હતું. દીપક ચહર મેડિકલ ઈમરજન્સીના કારણે તેના ઘરે ગયો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં ‘મેન ઇન બ્લુ’નો જ દબદબો રહ્યો છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 30 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 18માં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી. ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે ભારતનો રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. ભારતની ધરતી પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 8માં જીત મેળવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT