India vs Australia 2nd ODI Score: ભારત સામે કાંગારુ નતમસ્તક, મેચ ટુંકાવી છતા ન જીતી શક્યા
નવી દિલ્હી : ભારતીય ટીમે ઘર આંગણે રમાઇ રહેલી વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે 2-0 થી…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતીય ટીમે ઘર આંગણે રમાઇ રહેલી વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે 2-0 થી સીરીઝ કબ્જે કરી લીધી છે. સીરીઝની ત્રીજી મેચ જો કે હજી બાકી છે પરંતુ બે મેચ જીતીને સીરીઝ કબ્જે કરી લીધી છે. પહેલી મેચ પાંચ વિકેટથી જીતી હતી. બીજી મેચ ઇંદોરમાં રમાઇ હતી. જેમાં ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે 99 રનથી જીતી લીધી હતી.
India vs Australia 2nd ODI Score: ભારતીય ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમને વન-ડે સીરીઝમાં શરમજનક પરાજય આપ્યો છે. ત્રણ મેચની સીરીઝની બીજી મેચ રવિવારે ઇંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ હતી. વરસાદથી આ મેચ અટકાવવી પડી હતી. જો કે ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે ભારતની 99 રનથી જીત થઇ હતી.
સીરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. હવે બીજી મેચ પણ જીતીને સીરીઝ કબ્જે કરી લીધી છે. સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.
ADVERTISEMENT
ભારત તરફથી 2 સદી
આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટના નુકસાને 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમની તરફથી 2 સદી ફટકારવામાં આવી હતી. શ્રેયસ અય્યરે 105 રન અને શુભમન ગીલે 104 રનની ધાંસુ સદી ફટકારી હતી.
આ ઉપરાંત સુર્યકુમાર યાદવે અણનમ 72 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન કે.એલ રાહુલે 52 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર કેમરન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જોશ હેઝલવુડ, સીન એબોટ અને એડમ જામ્પાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
વરસાદ આવતા ઓસ્ટ્રેલિયાને મળ્યો નવો ટાર્ગેટ
મેચ જીતવા અને સીરીઝને બરાબર રાખવા માટે કાંગારૂ ટીમને 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમે ખુબ જ ધીમી અને ખરાબ શરૂઆત કરી. 9 રન અને બે ઓવરમાં જ ઓસ્ટ્રેલિયન ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 9 ઓવરમાં 2 વિકેટ પર 56 રન જ બનાવી શકી હતી. વરસાદના કારણે મેચ અટકાવવી પડી. એખ કલાક બાદ મેચ ફરી શરૂ થઇ ત્યારે 17 ઓવર ઘટાડી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાનો નવો ટાર્ગેટ હતો 317 રન. અહીંથી ટીમ પ્રેશરમાં આવી અને પછી દબાણમાંથી બહાર આવી શકી નહી. ત્યાર બાદ આખી ઓસ્ટ્રેલિયન ટીમ 217 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ. આ સાથે જ સીરીઝ પણ ગુમાવી દીધી. ટીમ માટે સીન એબોટે 54 રન અને ડેવિડ વોર્નરે 53 રન બનાવ્યા હતા. ભારત માટે અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. કૃષ્ણાને 2 વિકેટ મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT