IND Vs AFG: T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટની થઈ વાપસી

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs Afghanistan Team India Squad: ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાનારી ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ ગઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી20 ટીમમાં વાપસી એક વર્ષ કરતા વધારે સમય બાદ થઈ છે. રોહિત શર્માને એકવાર ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે. છેલ્લે આ બંને ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર રોહિત શર્મા ભારતીય T20 ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.

ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ ખાસ

જૂનમાં ટી20 વર્લ્ડ 2024ની શરૂઆત થશે. આ વખતે T20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયા માટે અફઘાનિસ્તાતની સાથે રમાનારી આ સિરીઝ ખૂબ જ ખાસ છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને તેની વર્લ્ડ કપની તૈયારીઓને પારખવાની તક મળશે. આ સિરીઝ બાદ વર્લ્ડ કપ 2024 માટે ટીમ લગભગ ફાઈનલ થશે, કે આગળ ક્યા ખેલાડીને ટીમમાં સ્થાન મળશે.

ADVERTISEMENT

શર્મા અને કોહલી માટે પણ આ સિરીઝ મહત્વની

તો રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પણ આ T20 સિરીઝ ઘણી મહત્વની રહેશે, કારણ કે આ બંને ખેલાડીઓએ એક વર્ષથી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. રોહિત શર્મા-વિરાટ કોહલીની પાસે પણ અફઘાનિસ્તાન સામે આગામી T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને પારખવાની સુવર્ણ તક છે.

અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહ .

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT