IND vs AUS T20: ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે આપ્યો 160 રનનો ટાર્ગેટ, અય્યરની વિસ્ફોટક અડધી સદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS T20: બેંગ્લુરુમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં 20 ઓવરમાં ભારતીય ટીમે 7 વિકેટે 160 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે લડાયક અડધી સદી ફટકારી હતી. અય્યરે 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે અંતમાં અક્ષર પટેલે પણ 21 બોલમાં 31 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી હતી.

જયસ્વાલે અપાવી ઝડપી શરૂઆત

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને યશસ્વી જયસ્વાલે ઝડપી શરૂઆત અપાવી હતી. યશસ્વીએ ઋતુરાજ સાથે 33 રનની ભાગીદારી કરી હતી. યશસ્વીને જેસન બેહરનડોર્ફે આઉટ કર્યો હતો. યશસ્વીએ 15 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. યશસ્વી બાદ ભારતે ઋતુરાજ, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહની વિકેટ સસ્તામાં ગુમાવી હતી.

ADVERTISEMENT

અય્યર-જીતેશ શર્માની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ

55 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ શ્રેયસ અય્યર અને વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ 42 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતીય દાવને ગતિ પૂરી પાડી હતી. ત્યારબાદ શ્રેયસ અને અક્ષર પટેલે પણ 46 રનની ભાગીદારી કરી હતી. આ બંને ભાગીદારીના કારણે ભારત સારા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.

ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11

ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ટ્રેવિસ હેડ, જોશ ફિલિપ, બેન મેકડેર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન), બેન દ્વારશુઈસ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સાંગા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT