બદલાઈ ગયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, T20 ખતમ...હવે વનડે સીરીઝનો વારો, જાણો મેચની તારીખ
ટી-20 બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમારની કપ્તાનીવાળી ભારતીય ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમનો સફાયો કરી નાખ્યો. હવે વનડે શ્રેણીનો વારો છે. જો કે, હવે કેપ્ટન બદલાયો છે, કારણ કે વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સૂર્યા નહીં પરંતુ રોહિત શર્મા કરશે.
ADVERTISEMENT
IND vs SL ODI Series 2024: ટી-20 બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમારની કપ્તાનીવાળી ભારતીય ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમનો સફાયો કરી નાખ્યો. હવે વનડે શ્રેણીનો વારો છે. જો કે, હવે કેપ્ટન બદલાયો છે, કારણ કે વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સૂર્યા નહીં પરંતુ રોહિત શર્મા કરશે. T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રોહિત પ્રથમ વખત કોઈ શ્રેણીમાં રમશે. રોહિતે પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ બ્રેક પર ગયો હતો. તે ફ્રેશ છે અને વનડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચેની શ્રેણીની પ્રથમ ODI મેચ શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં જ આ સિરીઝ માટે શ્રીલંકા પહોંચ્યા છે. બંને દિગ્ગજો શ્રીલંકા પહોંચી ગયા છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ બાદ રોહિત અને વિરાટે આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં બંને શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતા.
ત્રણેય વનડે કોલંબોમાં રમાશે
શ્રેણીની બીજી વનડે 4 ઓગસ્ટે રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. શ્રીલંકાની કમાન ચરિત અસલંકાના હાથમાં છે. ક્રિકેટ શ્રીલંકાએ અસલંકાને T20 બાદ ODI શ્રેણી માટે કેપ્ટન બનાવ્યો છે. ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકા પહોંચી છે. ભારતે T20 શ્રેણીમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કરીને શાનદાર શરૂઆત કરી છે.
ADVERTISEMENT
આ પણ જુઓ : રિંકુ સિંહે વિકેટ લેતા જ ખડખડાટ હસી પડ્યા ગૌતમ ગંભીર, વાયરલ થયું રિએક્શન
ભારત vs શ્રીલંકા ODI ટીમ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
ADVERTISEMENT
શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સદિરા સમરાવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાજ, નિશાન મદુષ્કા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, અકિલા ધનંજય, દિલશાન મદુશંકા, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો.
ADVERTISEMENT
ADVERTISEMENT