VIDEO: ચાલુ મેચમાં વોશિંગ્ટન સુંદરને મારવા દોડ્યો રોહિત શર્મા! મેદાન પર બની ઘટના

ADVERTISEMENT

Rohit Sharma
Rohit Sharma
social share
google news

Rohit Sharma-Washington Sundar Viral Video: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી ODI મેચ કોલંબોમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 32 રને હરાવ્યું હતું. આ રીતે, ચરિથ અસલંકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. બંને ટીમો વચ્ચેની પ્રથમ વનડે ટાઈ રહી હતી. જો કે, ભારતીય કેપ્ટન રોહિત શર્માનો ફની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, હકીકતમાં, શ્રીલંકા સામેની બીજી વનડેમાં રોહિત શર્મા ભારતીય ખેલાડી વોશિંગ્ટન સુંદરને મારવા માટે ફની રીતે દોડતો જોવા મળ્યો હતો.

સુંદરને મારવા કેમ દોડ્યો રોહિત શર્મા?

આ પછી, ખેલાડીઓ સિવાય, ફેન્સ પણ હસવાનું રોકી શક્યા નહીં. ભારતીય બોલર વોશિંગ્ટન સુંદરનો ચહેરો જોવાલાયક હતો, તેના ચહેરા પર હાસ્ય હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે વોશિંગ્ટન સુંદર બોલિંગ એક્શન કરીને અચાનક અટકી જાય છે. તે ફરી બોલિંગ માટે રનિંગ લે છે અને ફરી કોઈ કારણે અટકી જાય છે. આ જોઈને રોહિત શર્મા અકળાય છે અને તેને મારવા માટે દોડે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બીજી વન-ડેમાં ભારતનો 30 રને પરાજય

શ્રીલંકા સામેની બીજી વનડેમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. વોશિંગ્ટન સુંદરે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જો કે આ મેચમાં ભારતીય ટીમને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 240 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં 208 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો નહોતો. જેના કારણે ભારતીય ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT