IND vs SL 1st T20: કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરની આગેવાનીમાં પહેલી જ મેચમાં વિજય, શ્રીલંકાને 48 રને હરાવ્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝની પહેલી જ મેચમાં સૂર્યા બ્રિગેડે કમાલ કરી છે. શ્રીલંકા સામે ભારત 43 રનથી જીત્યું છે.
ADVERTISEMENT
Ind vs Sl 1st T20: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝની પહેલી જ મેચમાં સૂર્યા બ્રિગેડે કમાલ કરી છે. શ્રીલંકા સામે ભારત 43 રનથી જીત્યું છે. સૂર્યકુમાર T20ના કેપ્ટન છે અને ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ છે. ત્યારે આ બંનેની જવાબદારી હેઠળ રમાયેલી પહેલી મેચમાં જ ભારતીય ટીમે જીત મેળવી છે. શ્રીલંકાએ પ્રથમ T20 મેચમાં ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. જેમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા. ભારતે શ્રીલંકાને જીત માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા 19.2 ઓવરમાં 170 રન પર જ ઓલઆઉટ થયું છે.
જણાવી દઈએ કે, પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. ભારતીય ટીમ 3 મેચની T20 શ્રેણી રમી રહી છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું સુકાન સંભાળી રહ્યા છે જ્યારે ગૌતમ ગંભીર કોચ તરીકે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મંચ પર કોઈ ટીમને કોચિંગ આપી રહ્યા છે. ઓલરાઉન્ડર શિવમ દુબે, ઝડપી બોલર ખલીલ અહેમદ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ ઈલેવનથી દૂર રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ VIDEO : હવામાં ઉછળ્યું બેટ અને બોલ બાઉન્ડ્રીને પાર, રિષભ પંતે ફટકાર્યો જોરદાર શૉટ
ADVERTISEMENT
ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, 'આ (પીચ) સારી લાગે છે અને પહેલા બેટિંગ કરવી ઠીક છે. ક્રિકેટની બ્રાન્ડ એક જ છે. મારી અને તેની (ગંભીર) વચ્ચે આટલા વર્ષોથી જે સંબંધ છે તે ખાસ છે. દુબે, સેમસન, ખલીલ અને વોશિંગ્ટન 4 ખેલાડી આઉટ છે. અમે નવેસરથી શરૂઆત કરવા માંગીએ છીએ જે અમારા માટે એક નવો પડકાર છે.
શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીત્યા બાદ કહ્યું હતું કે, 'અમે પહેલા બોલિંગ કરીશું. તે ખૂબ જ સારી પિચ જેવી લાગે છે અને અમે તે કેવી રીતે ચાલે છે તે જોવા માંગીએ છીએ. અમે 6-5 (બેટ્સમેન-બોલર) સંયોજન સાથે ગયા છીએ. હું દરેક ખેલાડીને ચોક્કસ ભૂમિકા આપવા માંગુ છું. એટલા માટે અમે 5 બોલરો સાથે જઈ રહ્યા છીએ. તમે વધુ જીત અને વધુ સ્થિરતાની અપેક્ષા રાખી શકો છો.’
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'ભારતને હરાવવા માટે શ્રીલંકાને મદદ કરી રહ્યા છે ભારતીય દિગ્ગજ', ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
ભારતની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રાયન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલાંકા (કેપ્ટન), વાનિન્દુ હસારંગા, દાસુન શનાકા, મહિષ તિક્ષ્ણા, મથિશા પથિરાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા.
ADVERTISEMENT