IND vs SA Test: Rohit Sharma એ કેપટાઉનની પીચ પર ઉઠાવ્યા સવાલ, જીત બાદ ICCને કરી આ ડિમાન્ડ
IND vs SA Cape Town Test Match: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી. મેચના બીજા દિવસે (4…
ADVERTISEMENT
IND vs SA Cape Town Test Match: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી. મેચના બીજા દિવસે (4 જાન્યુઆરી) ટીમ ઈન્ડિયાએ 12 ઓવરમાં 79 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જીત સાથે રોહિત શર્માની (Rohit Sharma) આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
કેપટાઉનની પીચ પર બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા
કેપટાઉન ટેસ્ટ મેચમાં બેટ્સમેનોએ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. ફાસ્ટ બોલરોને પીચમાંથી ઘણી મદદ મળી રહી હતી અને ફાસ્ટ બોલરોએ 32 વિકેટ ઝડપી હતી. જ્યારે એક ખેલાડી રન આઉટ થયો હતો. તો રવિન્દ્ર જાડેજા અને કેશવ મહારાજને બોલિંગ કરવાની તક પણ ન મળી. માત્ર 107 ઓવરમાં મેચ સમાપ્ત થયા બાદ કેપટાઉનની પીચ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ પીચથી નાખુશ દેખાતો હતો. રોહિતે મેચ બાદ કહ્યું, ‘કેપટાઉનની પીચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પીચો વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પીચો પર રમવામાં કોઈ વાંધો નથી. ટર્નિંગ ટ્રેકની ભારતમાં ટીકા થાય છે. વર્લ્ડ કપની ફાઈનલની પિચ પર પણ સવાલ ઉઠ્યા હતા. આઈસીસીએ આની તપાસ કરવી જોઈએ.
ADVERTISEMENT
રોહિતે ભારતીય પીચોના ટીકાકારોને આડે હાથ લીધા
રોહિતે વધુમાં કહ્યું, ‘વર્લ્ડ કપ ફાઈનલની પીચને સરેરાશથી નીચેનું રેટિંગ આપવામાં આવ્યું હતું. તે મેચમાં એક ખેલાડીએ સદી ફટકારી હતી. હું મેચ રેફરીને વિનંતી કરું છું કે તે જ્યાં રમાય છે તે દેશમાં નહીં (પિચ પર) શું છે તે જોવે. ભારતમાં તમે પહેલા જ દિવસે ધૂળની વાત કરો છો, અહીં પણ તિરાડો પડી હતી.
ADVERTISEMENT
𝘼 𝙘𝙧𝙖𝙘𝙠𝙚𝙧 𝙤𝙛 𝙖 𝙬𝙞𝙣! ⚡️ ⚡️#TeamIndia beat South Africa by 7⃣ wickets in the second #SAvIND Test to register their first Test win at Newlands, Cape Town. 👏 👏
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/vSMQadKxu8
— BCCI (@BCCI) January 4, 2024
ADVERTISEMENT
અમદાવાદની પીચને મળ્યું હતું એવરેજ રેટિંગ
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ ભારતીય પીચોની ટીકા કરતા રહે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઉપયોગમાં લેવાતી અમદાવાદની પીચને ICCની સરેરાશ રેટિંગ કરતાં ખરાબ આપવામાં આવી હતી. ભારતમાં જ્યારે ટેસ્ટ મેચ રમાય છે ત્યારે પીચને લઈને ઘણી ચર્ચા થાય છે. હવે રોહિતે કેપટાઉનના નામે ભારતીય પીચોના ટીકાકારો પર નિશાન સાધ્યું છે.
ટીમના વખાણ કરતા રોહિતે કહ્યું, ‘આ એક સારી ઉપલબ્ધિ રહી. સેન્ચુરિયનમાં અમારે ભૂલોમાંથી શીખવું જોઈતું હતું. અમે ખૂબ જ સારું કમબેક કર્યું, ખાસ કરીને અમારા બોલર્સ. થોડું પ્લાનિંગ કરવામાં આવ્યું અને ખેલાડીને તેનું ઈનામ મળ્યું. અમે પોતાને પરિસ્થિતિને અનુરૂપ ઢાળી દીધા. અમે સારી બેટિંગ કરી અને લગભગ 100 રનની લીડ લીધી. જે રીતે છેલ્લી છ વિકેટ પડી તે જોઈને સારું ન લાગ્યું.
રોહિતે જીતનો શ્રેય આ ખેલાડીઓને આપ્યો
રોહિત કહે છે, ‘અમે જાણતા હતા કે આ એક ટૂંકી મેચ હશે અને બોર્ડ પર રન મહત્વના રહેશે. તેથી લીડ મેળવવી ખૂબ જ જરૂરી હતી. અમે વસ્તુઓને સરળ રાખવાનો પ્રયાસ કર્યો અને પિચે બાકીનું કામ કર્યું. હું સિરાજ, બુમરાહ, મુકેશ અને પ્રસિદ્ધને શ્રેય આપવા માંગુ છું. જ્યારે પણ તમે અહીં આવો છો, તે પડકારજનક હોય છે.
રોહિતે કહ્યું, ‘અમે ભારતની બહાર ખૂબ સારું ક્રિકેટ રમ્યા છીએ, અમને તેના પર ગર્વ છે. દક્ષિણ આફ્રિકા એક શાનદાર ટીમ છે, તેઓ હંમેશા અમને પડકાર આપે છે. અમે આ પ્રદર્શન પર ખૂબ ગર્વ અનુભવી શકીએ છીએ. તે (ડીન એલ્ગર) દક્ષિણ આફ્રિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. હું તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.
કેપટાઉન ટેસ્ટ મેચમાં માત્ર 642 બોલ (107 ઓવર) રમાઈ હતી. ટેસ્ટમાં પ્રથમ વખત આટલા ઓછા બોલ રમાયા અને મેચનું પરિણામ આવ્યું. આ પહેલા વર્ષ 1932માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચનું પરિણામ 656 બોલમાં આવી ગયું હતું. ભારતની જીત એટલા માટે પણ ખાસ હતી કારણ કે પ્રથમ વખત કોઈ એશિયન ટીમે દક્ષિણ આફ્રિકાને કેપટાઉનમાં હરાવ્યું હતું.
મેચમાં બંને ઈનિંગ્સનો સ્કોર
ભારત- પ્રથમ દાવ 153, બીજો દાવ: 80/3
ટાર્ગેટ- 79 રન
દક્ષિણ આફ્રિકા- પ્રથમ દાવ 55, બીજો દાવ: 176
ADVERTISEMENT