IND vs SA T20: રિંકુ સિંહના ગગનચૂંબી છગ્ગાએ તોડી નાખ્યો કાચ, મીડિયા બોક્સ પણ હલી ગયું, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs South Africa, 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 12મી ડિસેમ્બરે બીજી T20 મેચ રમાઈ હતી. મેચમાં રિંકુ સિંહે પોતાની પ્રથમ ટી-20 અડધી સદી ફટકારી હતી. રિંકુ સિંહ 39 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતીય ઇનિંગ્સની 19.3 ઓવરમાં 180 રને સમાપ્ત થઈ હતી.

ટી-20માં રિંકુની પ્રથમ અડધી સદી

ભારતના બેટ્સમેન રિંકુ સિંહે મેચમાં બેટ વડે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને મંગળવારે સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી બીજી T20I દરમિયાન આંતરરાષ્ટ્રીય મેચોમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી. રિંકુએ 16મી ઓવરમાં 30 બોલમાં તેની પ્રથમ T20I અડધી સદી પૂરી કરી હતી.

રિંકુ સિંહે મીડિયા બોક્સની બારીનો કાચ તોડ્યો

વરસાદને કારણે મેચ થોભાઈ તે પહેલા રિંકુએ 39 બોલમાં અણનમ 68 રન ફટકાર્યા હતા. દરમિયાન તેની સિક્સથી સ્ટેડિયમમાં મોટું નુકસાન પણ થયું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટારે માર્કરામ દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવરમાં બેક-ટુ-બેક સિક્સર ફટકારી હતી, જેમાંથી એકે સ્ટેડિયમના મીડિયા બૉક્સની કાચની બારી તોડી નાખી હતી.

ADVERTISEMENT

મેચમાં રિંકુએ ચોથી વિકેટ માટે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે 70 રનની ભાગીદારી કરી હતી. સૂર્યાએ 36 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત 56 રનનું સારું યોગદાન આપ્યું હતું. સૂર્યાએ T20I ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા અને આ સિદ્ધિ હાંસલ કરનાર સંયુક્ત સૌથી ઝડપી ભારતીય બન્યો. તે દક્ષિણ આફ્રિકામાં T20I અડધી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય કેપ્ટન બન્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT