શું રોહિત શર્મા T20 World Cup રમશે? હિટમેને પત્રકારને જવાબ આપતા આપ્યો સંકેત
IND vs SA : આવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ભારતીય ટીમની કમાન ફરી એકવાર રોહિત…
ADVERTISEMENT
IND vs SA : આવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ભારતીય ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્માના હાથમાં છે. પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે આવનારી T20 World Cup 2024માં તેમના રમવા અંગેના સંકેત આપ્યા છે. ODI વર્લ્ડકપ બાદ એવી અટકળો સામે આવી રહી હતી કે રોહિત શર્મા T20 World Cupમાં ભારતીય ટીમનો ભાગ નહીં રહે. જોકે, હજુ તે રમવાના છે કે નહીં તે અંગે કોઈ ઓફિશ્યલ જાણકારી સામે આવી નથી.
રોહિત T20 World Cup રમશે!
ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહે થોડા અઠવાડિયા માટે બ્રેક લીધો હતો. ભારતીય કેપ્ટને વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ રમી ન હતી. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને પૂછવામાં આવ્યું કે શું તે 2024માં યોજાનાર T-20 વર્લ્ડ કપ જીતવા માટે પણ બેતાબ છે? જેના જવાબમાં રોહિતે પત્રકારોને યોગ્ય સમયની રાહ જોવાનું કહ્યું. રોહિતે કહ્યું, દરેક વ્યક્તિ સારું કરવા માંગે છે. જ્યારે પણ અમને તક મળે છે ત્યારે અમે સારું કરવા માંગીએ છીએ. હું જાણું છું કે તમે શું કહેવા માગો છો. મળશે તમને આનો પણ જવાબ મળશે. રોહિત શર્માએ કહ્યું કે, મારી સામે જે પણ સિરીઝ છે હું તેમાં રમવા માટે જોઈ રહ્યો છું. આ વાતથી એવું કહી શકાય છે કે તે આવતા વર્ષે T20 World Cupમાં રમી શકે છે.
રોહિતે 2022 બાદથી T20 ટીમની કેપ્ટનશિપ કરી નથી
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2022 બાદથી T20 ટીમની કેપ્ટનશિપ કરી નથી. હાર્દિક પંડ્યાની ઈજા બાદ રોહિત શર્મા ટી-20 ટીમની કમાન સંભાળશે તેવી ચર્ચા હતી પરંતુ સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં તેની વાપસીના અહેવાલો ખોટા સાબિત થયા અને સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સંભાળી.
ADVERTISEMENT
ADVERTISEMENT