IND Vs PAK: મેચ હાર્યા બાદ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો પાકિસ્તાની ખેલાડી, રોહિતે શાંત પાડ્યો

ADVERTISEMENT

T20 World Cup 2024 IND Vs PAK
હાર બાદ નસીમ પોક મૂકીને રડ્યો
social share
google news

T20 World Cup 2024 IND Vs PAK: વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ફરી એકવાર ભારત હાથે હારનો સામનો કરવો પડ્યો. એક સમયે મેચમાં એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ મેચને સરળતાથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની ખતરનાક બોલિંગ લાઈનઅપ સામે પાકિસ્તાની બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. જસપ્રીત બુમરાહે મેચનું પરિણામ જ બદલી નાખ્યું હતું. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનની ટીમને જીતવા માટે 18 રનની જરૂર હતી પરંતુ ટીમ 13 રન જ બનાવી શકી.

નસીમ મેદાનમાં રડવા લાગ્યો

ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ઓવર અર્શદીપ સિંહે ફેંકી હતી. તેની સામે નસીમ શાહ બેટિંગ કરી રહ્યો હતો. નસીમે આ ઓવરમાં બે સારા શોટ પણ ફટકાર્યા, જેના પર તેને 2 ચોગ્ગા પણ લાગ્યા પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. મેચ હાર્યા બાદ નસીમ શાહ દુઃખી થઈ ગયો અને મેદાનમાં જ રડવા લાગ્યો. જે બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેની પાસે ગયા અને નસીમને ચૂપ કરાવીને તેને પ્રોત્સાહિત કર્યો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ભારતે બનાવ્યા હતા 119 રન

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 19 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ કરતા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે સૌથી વધુ 42 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અક્ષર પટેલે 20 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

બુમરાહે કર્યું શાનદાર પ્રદર્શન

આ પછી 119 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી અને ટીમ ઈન્ડિયાએ 6 રનથી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી બોલિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ મેચમાં બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT