એક બોલથી પલટાઈ મેચ અને જીતેલી મેચ હારી ગયું પાકિસ્તાન, આ છે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના બોલરોએ ભારતને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. T20 વર્લ્ડ કપમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે ઓલઆઉટ થઈ હતી. જોકે, બોલરોએ બાજી સંભાળીને ટીમને જીત અપાવી હતી.
ADVERTISEMENT
India Beat Pakistan : ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનને છ રનથી હરાવી દીધું. પરંતુ આ જીત ભારત માટે સરળ ન રહી. એક સમયે તો લાગી રહ્યું હતું કે, પાકિસ્તાન સરળતાથી આ મેચ જીતી જશે પરંતુ કહાની આખી પલટાઈ ગઈ અને પાકિસ્તાનની ટીમ જીતેલી મેચ હારી ગઈ. આ મેચમાં એક ઓર એવી રહી જેણે ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી કરાવી દીધી અને આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના બોલરોએ ભારતને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. ટી-20 વર્લ્ડ કપમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે ઓલઆઉટ થઈ.
બુમરાહે મેચ પલટી
120 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ મજબૂત દેખાઈ રહી હતી. બાબર આઝમ શરૂઆતમાં આઉટ થયો હતો. પરંતુ બીજો ઓપનર મોહમ્મદ રિઝવાન વિકેટ પર ટકેલો રહ્યો અને જ્યાં સુધી તે રહ્યો ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ મેચમાં હતી. પરંતુ 15મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા જસપ્રિત બુમરાહે પહેલા જ બોલ પર રિઝવાનને બોલ્ડ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. અહીંથી પાકિસ્તાનની ટીમ નબળી પડી. તેની અસર એ થઈ કે દબાણને કારણે ઈમાદ વસીમ અક્ષર પટેલની 16મી ઓવરમાં બોલને યોગ્ય રીતે મિડલ કરી શક્યો ન હતો. અહીંથી ફરી ભારતીય ટીમે પાછું વળીને જોયું નથી અને જીત મેળવી હતી.
ADVERTISEMENT
બુમરાહની બોલિંગ
બુમરાહે પણ 19મી ઓવર નાખી અને આ ઓવરમાં ત્રણ રન આપ્યા બાદ ઈફ્તિખાર અહેમદની વિકેટ લીધી. બુમરાહે ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં બુમરાહે ફરી એકવાર બતાવી દીધું કે તેને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બોલર શા માટે કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT