IND Vs PAK Asia Cup 2023 LIVE Score: વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી
Asia Cup 2023, India Vs Pakistan Live Cricket Score: એશિયા કપ 2023 માં આજે ભારતીય ટીમ સુપર-4 ના પોતાની પહેલી મેચમાં પાકિસ્તાન સામે રમી રહી…
ADVERTISEMENT
Asia Cup 2023, India Vs Pakistan Live Cricket Score: એશિયા કપ 2023 માં આજે ભારતીય ટીમ સુપર-4 ના પોતાની પહેલી મેચમાં પાકિસ્તાન સામે રમી રહી છે. બંન્ને ટીમો વચ્ચે મેચ કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચમાં ટોસ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે જીત્યો હતો. પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
ભારત-પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાઇ રહી છે
ભારત-પાકિસ્તાન હાલના એશિયા કપમાં બીજીવાર સામ-સામે ટકરાશે. આ અગાઉ ગ્રુપ મેચમાં પણ બંન્ને પાડોશી દેશો ટકરાયા હતા. જો કે આ મેચ વરસાદના કારણે પરિણામ વિહોણી રહી હતી. આ મેચમાં પણ વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જો આજે વરસાદના કારણે કોઇ પરિણામ નહી નિકળેતો મેચ રિઝર્વ ડે (11 સપ્ટેમ્બરે) પર થશે.
ગિલ પણ આઉટ
ભારતીય ટીમને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ગિલ શાનદાર રમત રમીને આઉટ થયો. ગિલને શાહીન આફરીદીની આગળ સલમાનના હાથે કેચ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં 10 ચોક્કાઓનો પણ સમાવેશ થાય છે. હવે કે.એલ રાહુલ બેટિંગ કરી રહ્યો છે. ભારતનો સ્કોર 18 ઓવરમાં 2 વિકેટના નુકસાને 124 રન છે.
ADVERTISEMENT
ભારતને પહેલો ઝટકો
ભારતીય ટીમને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રોહિત શર્માને શાદાબ ખાને આપ્યો. રોહિતનો કેચ ફહીમ અશરફે પકડ્યો હતો. ભારતીય કેપ્ટને આઉટ થતા પહેલા 49 બોલમાં 56 રન ફટકાર્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 4 ચોગ્ગાઓનો સમાવેશ થાય છે. ભારતનો સ્કોર 17 ઓવરમાં 1 વિકેટના નુકસાને 122 રન રહ્યો હતો. ગિલ 58 અને વિરાટ કોહલી 1 રન બનાવીને રમી રહ્યા છે.
રોહિતનું અર્ધશતક
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ અડધી સદી પુર્ણ કરી લીધી છે. રોહિતે 42 બોલમાં પોતાની ફિફ્ટી પુર્ણ કરી લીધી છે. આ દરમિયાન તેમે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ભારતનો સ્કોર 14.2 ઓવરમાં કોઇ નુકસાને 113 રન બનાવ્યા છે.IND Vs PAK Asia Cup 2023 LIVE Score: વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી
ADVERTISEMENT
ADVERTISEMENT