IND vs Pak Asia Cup 2023: હાર્દિક કિશને પાકિસ્તાનને છોડાવ્યો પરસેવો, 267 રનનો આપ્યો ટાર્ગેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs Pak Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન (IND vs Pak) ને નેપાળ સાથે એશિયા કપ 2023 (Asia Cup 2023)માં ગ્રુપ એમાં રખાયું છે. બાબર આઝમની કપ્તાની સાથે પાકિસ્તાને પોતાની શરૂઆતને શાનદાર રીતે આગળ ધપાવી હતી. હમણાં જ નેપાળને હરાવ્યું હતું. ત્યાં ભારતીય ટીમ સાથે આ ટુર્નામેન્ટની પહેલી મેચ છે જેમાં શરૂઆતમાં જ 50 રન ન્હોતા થયા અને રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા ત્રણે બેટ્સમેનની વીકેટ લઈ લીધી છે.

ભારતે છતા લડત આપી અને પાકિસ્તાન સામે મુક્યો 267 રનનો ટાર્ગેટ

ભારતે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમનો આખો દાવ 48.5 ઓવરમાં 266 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રીત બુમરાહ આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. 16 રન બનાવનાર બુમરાહને નસીમ શાહે કેચ આપ્યો હતો.

ભારતીય ટીમને 261 રનના સ્કોર પર નવમો ફટકો લાગ્યો છે. નસીમ શાહે કુલદીપ યાદવને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. કુલદીપે ચાર રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 48.3 ઓવરમાં 9 વીકેટે 262 રન હતો. જોકે તે પછી બુમરાહ રમવા આવ્યો હતો. અંતે આખરે 267 રનનો ટાર્ગેટ આપી શક્યા હતા. હવે પાકિસ્તાની ટીમ બેટિંગ કરીને રન ચેઝ કરવાનો પ્રયત્ન કરશે અને ભારતીય ટીમના બોલર્સ તેમને આ રન કરતા રોકવાનો પ્રયાસ કરશે. જોવાનું રહેશે કે બંને ધુરંધર ટીમ પૈકી કોણ જીતે છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT