IND vs IRE T20: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, આયર્લેન્ડને પહેલી ટી-20માં DLS નિમયથી હરાવ્યું
ડબલિન: ટીમ ઈન્ડિયાએ ડકવર્થ એન્ડ લુઈસ (DLS) નિયમ હેઠળ આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ બે રને જીતી હતી. 18 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ ડબલિનના માલાહાઇડ ક્રિકેટ…
ADVERTISEMENT
ડબલિન: ટીમ ઈન્ડિયાએ ડકવર્થ એન્ડ લુઈસ (DLS) નિયમ હેઠળ આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ બે રને જીતી હતી. 18 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં જ્યારે ભારતીય ટીમે 6.5 ઓવરમાં બે વિકેટે 47 રન બનાવી લીધા હતા ત્યારે જ વરસાદ આવ્યો હતો. વરસાદને કારણે આગળની રમત શક્ય બની ન હતી અને ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ભારતીય ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ છ ઓવરમાં કોઈપણ નુકશાન વિના 45 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની સાતમી ઓવરમાં ક્રેગ યંગે ભારતને બે જોરદાર ઝટકા આપ્યા હતા. સૌથી પહેલા તેણે યશસ્વી જયસ્વાલને કેપ્ટન પોલ સ્ટર્લિંગના હાથે કેચ આઉટ કરાવ્યો. જયસ્વાલે 23 બોલમાં 24 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
યંગે પછીના બોલ પર તિલક વર્માને લોર્કન ટકરના હાથે કેચ આઉટ કરાવ્યો. તિલક પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તિલકના આઉટ થયા બાદ ભારતીય ઇનિંગ્સમાં માત્ર બે બોલ જ રમી શકાયા હતા. સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ 19 રન (એક ફોર અને એક સિક્સ) બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 20 ઓગસ્ટે રમાશે.
ADVERTISEMENT
The two captains shake hands as the play is called off due to incessant rains.#TeamIndia win by 2 runs on DLS.
Scorecard – https://t.co/G3HhbHPCuI…… #IREvIND pic.twitter.com/2v5isktP08
— BCCI (@BCCI) August 18, 2023
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઈજામાંથી સાજા થઈને પરત ફરી રહેલા કેપ્ટન જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરના બીજા બોલ પર ઓપનર એન્ડ્ર્યુ બલબિર્ની (4)ને બોલ્ડ કર્યો, જ્યારે તે જ ઓવરમાં બુમરાહે પાંચમા બોલ પર લોર્કન ટકર (0)ને સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો.
ADVERTISEMENT
ચોથી ઓવર બાદ, બુમરાહે ટી20 ક્રિકેટમાં પદાર્પણ કરનાર કૃષ્ણાને બોલ સોંપ્યો, જેણે હેરી ટેક્ટર (9)ને પેવેલિયન મોકલી દીધો. તિલક વર્માએ ટેક્ટરનો સરળ કેચ કર્યો હતો. ત્યારબાદ સ્પિન બોલર રવિ બિશ્નોઈએ આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગ (11)ને આઉટ કર્યો હતો. પાવરપ્લેમાં આયર્લેન્ડની ચાર વિકેટ 27 રનમાં પડી ગઈ હતી.
ADVERTISEMENT
પાવરપ્લે પછી, કૃષ્ણાએ જ્યોર્જ ડોકરેલ (3)ને ઋતુરાજ ગાયકવાડ દ્વારા કવર પર કેચ આઉટ કરાવ્યો. ડોકરેલના આઉટ થવાના સમયે આયર્લેન્ડનો સ્કોર 6.3 ઓવરમાં પાંચ વિકેટે 31 રન હતો. કર્ટિસ કેમ્ફરે આવતાની સાથે જ રિવર્સ સ્વીપ ફટકારી, જ્યારે માર્ક એડેર (16)એ બે ચોગ્ગા ફટકારીને આયર્લેન્ડની ઈનિંગ્સ 50 રનની પાર પહોંચાડી દીધી.
મેકાર્થીએ તોફાની અડધી સદી ફટકારી હતી
બિશ્નોઈએ અડાયરને LBW આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. 59 રનમાં છઠ્ઠી વિકેટ પડી ગયા બાદ ભારતીય ચાહકોને આશા હતી કે આયર્લેન્ડનો દાવ ટૂંક સમયમાં સમાપ્ત થશે, પરંતુ કર્ટિસ કેમ્ફર અને બેરી મેકાર્થીના ઇરાદા અલગ હતા. કેમ્પફર અને મેકાર્થીએ સાતમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરીને આયર્લેન્ડને સાત વિકેટે 139 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
બેરી મેકાર્થીએ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારતા 33 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. મેકાર્થીએ પોતાની ઇનિંગમાં 4 સિક્સર અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, કર્ટિસ કેમ્ફરે 33 બોલનો સામનો કર્યો અને 39 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. અર્શદીપ સિંહે ઇનિંગની છેલ્લી ઓવરમાં 22 રન ખર્ચ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT