IND vs ENG Test: બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, Ravindra Jadeja બાદ વધુ એક ખેલાડી ટીમમાંથી બહાર

ADVERTISEMENT

Ravindra jadeja and KL Rahul
Ravindra jadeja and KL Rahul
social share
google news
  • ભારતીય ટીમમાંથી રવિન્દ્ર જાડેજા બાદ કે.એલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો.
  • ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે બંને ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા.
  • BCCI એ સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.

Ravindra Jadeja and KL Rahul: ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમને (Team India) મોટો ફટકો પડ્યો છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બાદ હવે સ્ટાર ખેલાડી કેએલ રાહુલ (KL Rahul) પણ બહાર થઈ ગયો છે. આ બંને બીજી ટેસ્ટમાંથી જ બહાર થઈ ગયા છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 28 રને જીતી લીધી હતી. હવે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.

જાડેજા અને રાહુલ બંને ઈજાના કારણે બહાર

BCCI એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જાડેજા અને રાહુલ બંને ઈજાગ્રસ્ત છે. આ કારણે તેમને બીજી ટેસ્ટમાંથી જ આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ ભારતીય બોર્ડે સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે ટીમમાં પહેલાથી સામેલ આવેશ ખાન સંપર્કમાં રહેશે.

ADVERTISEMENT

ટેસ્ટના ચોથા દિવસે બંને ખેલાડી ઈજાગ્રસ્ત

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલને વિશાખાપટ્ટનમમાં યોજાનારી ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડશે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે રમત દરમિયાન જાડેજાને પગના સ્નાયુમાં ઈજા થઈ હતી, જ્યારે રાહુલે તેની જમણી જાંઘમાં દુખાવાની ફરિયાદ કરી હતી. BCCIની મેડિકલ ટીમ બંને પર નજર રાખી રહી છે.

આ ખેલાડીઓને બીજી ટેસ્ટ માટે તક મળી

BCCIએ કહ્યું, ‘સિલેકશન કમિટીએ ભારતીય ટીમમાં સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે. આવેશ ખાન તેની રણજી ટ્રોફી ટીમ, મધ્યપ્રદેશ સાથે જોડાયેલ રહેશે અને જરૂર પડ્યે ટેસ્ટ ટીમ સાથે જોડાશે.

ADVERTISEMENT

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT