IND Vs ENG Live Score, World Cup 2023: ભારતીય ટીમની ખરાબ શરૂઆત, કોહલી 0 માં આઉટ
IND vs ENG LIVE Score, World Cup 2023 India vs England : આજે ભારતીય ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપની બ્લોકબસ્ટર મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને…
ADVERTISEMENT
IND vs ENG LIVE Score, World Cup 2023 India vs England : આજે ભારતીય ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપની બ્લોકબસ્ટર મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સંબંધિત LIVE Updates માટે જોડાયેલા રહો.
IND vs ENG લાઈવ સ્કોર, વર્લ્ડ કપ 2023 ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તેણે સતત પાંચ મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડ અત્યાર સુધી પાંચમાંથી ચાર મેચ હારી ગયું છે અને તે બહાર થઈ ગયું છે. સેમિ-ફાઇનલની રેસમાં લગભગ બહાર થઇ ચુક્યું છે. આમ છતાં આ મેચમાં નજીકના મુકાબલાની અપેક્ષા છે. વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડની મેચ એકતરફી નથી.
ઈતિહાસ બતાવે છે કે, ઈંગ્લેન્ડ પાસે હજુ પણ વર્લ્ડ કપમાં વધુ સારા આંકડા છે. 8 મેચમાંથી ભારતે 3માં જીત મેળવી છે, ઈંગ્લેન્ડે 4માં જીત મેળવી છે અને 1 મેચ ટાઈ રહી છે. વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી જીત 2003માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી. મેચ માટે બંને ટીમોના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર પણ પેવેલિયન પરત ફર્યો છે. શ્રેયસને ક્રિસ વોક્સે માર્ક વૂડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શ્રેયસ 16 બોલમાં ચાર રન બનાવી શક્યો હતો. 12 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 40 રન છે.
ભારતને મોટો આંચકો લાગ્યો છે. વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો છે. કોહલી બેન સ્ટોક્સના હાથે ડેવિડ વિલીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 9 બોલ રમ્યા હતા. ભારતનો સ્કોર સાત ઓવર પછી 2 વિકેટે 28 રન છે. રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
ADVERTISEMENT
ભારતની પ્રથમ વિકેટ પડી છે. શુબમન ગિલને ક્રિસ વોક્સે બોલ્ડ કર્યો હતો. ગિલે 13 બોલમાં 9 રન બનાવ્યા જેમાં એક ફોરનો સમાવેશ થાય છે. રોહિત શર્મા 17 અને વિરાટ કોહલી 0 રને રમતમાં છે. 4 ઓવર પછી 26/1.
ADVERTISEMENT
3 ઓવરના અંતે ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 22 રન છે. રોહિત શર્માએ ડેવિડ વિલીની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રોહિત 17 અને ગિલ 5 રને રમતમાં છે.
ADVERTISEMENT