Women's Asia Cup: એશિયા કપ પર ભારતીય મહિલા ટીમનો દબદબો, 9મી વખત પહોંચી ફાઇનલમાં
IND vs BAN Women's Asia Cup Highlights: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ADVERTISEMENT
IND vs BAN Women's Asia Cup Highlights: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. શુક્રવાર (26 જુલાઈ)ના રોજ રંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતને જીતવા માટે માત્ર 81 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 11 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલ મેચના વિજેતા સાથે થશે.
સ્મૃતિએ તોફાની ફિફ્ટી ફટકારી
ભારત તરફથી ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં અણનમ 55 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે શેફાલી વર્મા 26 રન બનાવીને અણનમ રહી હતી. શેફાલીએ 28 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંનેએ શાનદાર બેટિંગ કરીને બાંગ્લાદેશને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી.
રાધા-રેણુકાની કિલર બોલિંગ
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 80 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રન બનાવ્યા. આ સિવાય માત્ર શોર્ના અખ્તર (અણનમ 19 રન) જ બે આંકડા સુધી પહોંચી શકી હતી. ભારત તરફથી ઝડપી બોલર રેણુકા સિંહ અને સ્પિનર રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
ભારતની પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ઉમા છેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર સિંહ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: દિલારા અખ્તર, મુર્શિદા ખાતૂન, નિગાર સુલતાના (વિકેટકીપર/કેપ્ટન), રૂમાના અહેમદ, ઈશ્મા તંજીમ, રિતુ મોની, રાબેયા ખાન, શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, જહાનારા આલમ, મારુફા અખ્તર.
ADVERTISEMENT
એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ
આ વખતે પણ મહિલા એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. મહિલા એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે અને 7 વખત ટૂર્નામેન્ટ જીતી ચુકી છે. છેલ્લી વખત મહિલા એશિયા કપ 2022માં રમાયો હતો. ત્યારબાદ ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશની ધરતી પર યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT