IND vs AUS: ઈશાન કિશનની એક ભૂલ ભારે પડી, વિકેટકીપિંગના આ નિયમના કારણે ભારત જીતેલી મેચ હાર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS T20 Match: મંગળવારે રાત્રે ત્રીજી T20માં ભારત, ઓસ્ટ્રેલિયા કરતાં જીતની નજીક જણાતું હતું. ક્રિઝ પર હાજર ગ્લેન મેક્સવેલ અને મેથ્યુ વેડ તેમની વિસ્ફોટક ઇનિંગ માટે જાણીતા છે, પરંતુ બે ઓવરમાં 43 રન બનાવવું સરળ કામ નહોતું. ભારત પાસે સિરીઝ જીતવાની સુવર્ણ તક હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 19મી ઓવરની જવાબદારી સ્પિનર ​​અક્ષર પટેલને સોંપી હતી. એ જ ઓવરમાં ઈશાન કિશને એક ભૂલ કરી, જેની મેચના પરિણામ પર ઊંડી અસર પડી.

અક્ષર પટેલની ઓવરમાં કિશનથી થઈ ચૂક

વાસ્તવમાં, કેપ્ટન મેથ્યુ વેડે પ્રથમ ત્રણ બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. હવે નવ બોલમાં 33 રનની જરૂર હતી. અક્ષરે ચોથો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. મેથ્યુ વેડ તેને મારવાનું ચૂકી જાય છે અને તેનું સંતુલન થોડું ગુમાવી દે છે. વિકેટ કીપિંગ કરી રહેલા ઈશાન કિશને સ્ટમ્પિંગ માટે જોરદાર અપીલ કરી હતી. રિપ્લે ફૂટેજ દર્શાવે છે કે કિશને સ્ટમ્પની આગળથી જ બોલ પકડ્યો હતો, જેના પગલે ટેલિવિઝન અમ્પાયરે તેને સીધો નો-બોલ જાહેર કર્યો હતો. આગામી બોલ પર વેડને ફ્રી-હિટ આપવામાં આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટને લોંગ-ઓન પર સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલની 47 બોલમાં સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે મેચ જીતી લીધી હતી.

કયા નિયમના કારણે ઓસ્ટ્રેલિયાને મળ્યો નો-બોલ

MCC નિયમ 27.3.1 અનુસાર, ‘જ્યાં સુધી બોલ રમતમાં ન આવે ત્યાં સુધી વિકેટકીપર સ્ટ્રાઈકરના છેડે સંપૂર્ણ રીતે વિકેટની પાછળ રહેવું જોઈએ. સિવાય કે બોલર દ્વારા ફેંકવામાં આવેલો બોલ સ્ટ્રાઈકરના બેટ અથવા બેટ્સમેનને સ્પર્શે અથવા વિકેટને પાર ન કરે.’ વધુમાં, નિયમ 27.3.2 મુજબ, ‘જો વિકેટકીપર આ કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો અમ્પાયરે આગામી બોલ નો બોલ આપવાનો રહેશે.’

ADVERTISEMENT

પ્રથમ બે મેચ હારી ચૂકેલ ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે ઓવરમાં 43 રનની જરૂર હતી. કેપ્ટન મેથ્યુ વેડે 19મી ઓવરમાં અક્ષર પટેલને સિક્સર અને ફોર ફટકારી હતી, જ્યારે વિકેટકીપર ઈશાન કિશનની ભૂલને કારણે બાય તરીકે ચાર રન થયા હતા. હવે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી અને તાજેતરમાં જ ODI વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર અને ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન સામે ચમત્કારિક જીત અપાવનાર મેક્સવેલે ત્રીજા બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાને સિક્સર અને છેલ્લા ત્રણ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમને પાંચ વિકેટ અપાવી.

    follow whatsapp

    ADVERTISEMENT