અમદાવાદમાં ધાંસૂ છે ટીમ ઈન્ડિયાનો ‘રિપોર્ટ કાર્ડ’, રોહિતનું પ્રદર્શન શાનદાર, વિરાટનો જૂનો રેકોર્ડ વધારી રહ્યો છે ટેન્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ICC World Cup 2023: ODI વર્લ્ડ કપના ઈતિહાસની બે સૌથી સફળ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની 13મી સિઝનની ફાઇનલમાં એકબીજાની સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ 5 વખત વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે ભારત 2 વખત જીત્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં સતત દસ જીત નોંધાવી છે. જોકે આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ પછી આ ચેમ્પિયન ટીમે શાનદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.

હવે વાત કરીએ આ સ્ટેડિયમની, ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અગાઉ મોટેરા)માં ક્યારેય વર્લ્ડ કપની મેચ હારી નથી. એકંદરે, ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપની 3 મેચ રમી છે. આ ત્રણેયમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે.

1987માં વર્લ્ડ કપની મેચ રમાઈ હતી

ભારતે 26 ઓક્ટોબર 1987ના રોજ અમદાવાદમાં ઝિમ્બાબ્વે સામે વિશ્વ કપની પ્રથમ મેચ રમી હતી. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાએ 2011માં અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

અમદાવાદમાં 2011ના વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 260/6નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. તે મેચમાં વિરાટ કોહલીએ 24 રનની ઇનિંગ રમી હતી. તાજેતરમાં જ આ જ વર્લ્ડ કપમાં ભારતે 14 ઓક્ટોબરે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.

રોહિત અમદાવાદમાં ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અમદાવાદમાં કુલ 6 ODI મેચ રમી છે, જેમાં તેણે 51.16 ની એવરેજ અને 103.02 ની સ્ટ્રાઈક રેટથી તેના બેટ વડે 307 રન બનાવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત રાહુલ દ્રવિડના 342 રનના રેકોર્ડને તોડવાની નજીક છે. 36 રન બનાવ્યા બાદ ‘હિટમેન’ આ મેદાન પર ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. જ્યારે વિરાટ કોહલીનું બેટ આ સ્થળે શાંત રહ્યું છે. તેણે કુલ 8 મેચમાં 24ની એવરેજથી 192 રન બનાવ્યા છે.

ADVERTISEMENT

પ્રસિદ્ધ કૃષ્ણાનો અમદાવાદમાં રેકોર્ડ ધાકડ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અગાઉ મોટેરા)માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર કપિલ દેવ છે. તેણે અહીં 6 મેચમાં 10 વિકેટ લીધી છે. આ સાથે જ હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા પ્રસિદ્ધ કૃષ્ણનો રેકોર્ડ પણ અહીં મજબૂત છે. મોહમ્મદ સિરાજે 4 ODI મેચમાં 7 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવે 2 મેચમાં 4 વિકેટ, આર અશ્વિને 3 મેચમાં પાંચ વિકેટ લીધી છે.

ADVERTISEMENT

ભારત વિ ઓસ્ટ્રેલિયા વનડેમાં ઓવરઓલ હેડ ટુ હેડ

કુલ મેચ 150
ભારત જીત્યું 57
ઓસ્ટ્રેલિયા જીત્યું 83
ટાઈ 0
કોઈ પરિણામ નહીં 10

ODI વર્લ્ડ કપમાં ભારત વિ ઓસ્ટ્રેલિયા

કુલ મેચ 13
ભારત 5 જીત્યું
ઓસ્ટ્રેલિયા 8 જીત્યું
ટાઈ 0
કોઈ પરિણામ નહીં 0

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે

કુલ મેચ 3
ભારત 2 જીત્યું
ઓસ્ટ્રેલિયા 1 જીત્યું

ભારતનો એકંદર રેકોર્ડ (અમદાXવાદમાં)

કુલ મેચ 19
11 જીત્યા
8 હાર્યા

વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ (અમદાવાદમાં)

કુલ મેચ 3
જીત 3

    follow whatsapp

    ADVERTISEMENT