IND Vs AUS: કોહલી-જાડેજા નહીં આ ખેલાડીથી થર થર કાંપે છે ઓસ્ટ્રેલિયન ટીમ, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news
IND vs AUS Final: ICC વર્લ્ડ કપ 2023ની સૌથી રોમાંચક મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. સમગ્ર વિશ્વની નજર આ મેચ પર છે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ સિઝનમાં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ બની જશે. આ મેચ ખૂબ જ સ્પર્ધાત્મક રહેવાની છે. ઘણા ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહ્યા છે. ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતના એક ખેલાડીથી ઘણો ડર લાગી રહ્યો છે. આ વાત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પોતે જણાવી છે.

કોને સૌથી મોટો ખતરો ગણાવ્યો?

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફાઈનલ મેચ પહેલા કહ્યું કે તેઓ કયા ભારતીય ખેલાડીથી ડરે છે. પેટ કમિન્સે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન જ્યારે રિપોર્ટરે કેપ્ટન કમિન્સને પૂછ્યું કે, ફાઈનલ મેચમાં તેઓને કયા ભારતીય ખેલાડીનો ડર સતાવી રહ્યો છે. રિપોર્ટરને આશા હતી કે આ સવાલનો જવાબ વિરાટ કોહલી આવશે, પરંતુ કમિન્સે અન્ય કોઈ ખેલાડીનું નામ લીધું છે. આ સવાલનો જવાબ આપતાં પેટ કમિન્સે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ લીધું છે. પેટ કમિન્સે કહ્યું કે ભારતીય ટીમ ઘણી સારી ટીમ છે, તેમાં કોઈ શંકા નથી. તમામ ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે, પરંતુ અમારે મોહમ્મદ શમીથી ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

વિરાટ કોહલી પર બધાની નજર

આ મેચમાં ટીમ ઈન્ડિયાને તેના તમામ 11 ખેલાડીઓ પાસેથી બેસ્ટ પ્રદર્શનની આશા હશે. હજુ પણ ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે, જેઓ પોતાના પ્રદર્શનથી ટીમને તે હદ સુધી પ્રભાવિત કરી શક્યા નથી. આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ ખેલાડીઓ ફાઇનલમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે, તો જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર થશે. ફાઈનલ મેચમાં ચાહકોની નજર શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન વિરાટ કોહલી પર પણ હશે. વિરાટ કોહલી ફાઈનલમાં પણ સદી ફટકારશે કે કેમ તેના પર બધાની નજર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT