IND vs AUS: વર્લ્ડકપ ફાઈનલ વચ્ચે મોહમ્મદ શમીના માતાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS World Cup Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની (Mohammad Shami) માતા અંજુમ આરાની તબિયત લથડતા તેમને ઉત્તર પ્રદેશના અમરોહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત કેમ બગડી છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. શમીની પુત્રી હાલમાં તેની માતા સાથે છે.

હોસ્પિટલમાં દાખલ શમીના માતા અંજુમ આરા

Tv9 ભારતવર્ષના રિપોર્ટ્સ મુજબ, ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીના માતા અંજુમ આરાની તબિયત લથડતા તેમને યુપીના અમરોહાની હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. તબિયત બગડતા તે પહેલા શમીની માતાએ સવારે પુત્ર મોહમ્મદ શમી અને ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી હતી. શમીની માતા અંજુમ આરાએ જણાવ્યું હતું કે, આજે સવારે જ શમી સાથે વાત થઈ હતી અને તેણે બધાની ખબર પૂછી હતી.

આ વર્લ્ડ કપ માત્ર ભારત જ જીતશે – શમીની માતા

અમરોહાના અલીનગરના સહસપુર ગામમાં રહેતી મોહમ્મદ શમીની માતા શબીનાએ કહ્યું હતું કે, અમને પૂરી આશા છે કે ભારત આ વર્લ્ડ કપ જીતશે.

ADVERTISEMENT

મોહમ્મદ શમીએ છેલ્લી મેચમાં ઈતિહાસ રચ્યો હતો

તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધી 10 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં મોહમ્મદ શમી જીતનો હીરો રહ્યો હતો. તેણે આ મેચમાં 7 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT