IPL વચ્ચે BCCI એ બોલાવી મહત્વપૂર્ણ બેઠક, તમામ ટીમોના માલિકોને અમદાવાદ પહોંચવા સૂચના

ADVERTISEMENT

 IPL 2024 BCCI Called Urgent Meeting
BCCIએ અચાનક IPL ટીમના માલિકોને અમદાવાદ કેમ બોલાવ્યા?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

IPLની વચ્ચે BCCIઓ બોલાવી બેઠક

point

16 એપ્રિલે અમદાવાદમાં યોજાશે બેઠક

point

તમામ ફ્રેન્ચાઈઝીના માલિકો રહેશે હાજર

IPL 2024 BCCI Called Urgent Meeting: IPL 2024 નો ખૂબ જ રોમાંચક તબક્કો ચાલુ છે. દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલ રોમાંચક થતી જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે BCCIએ એક મોટી જાહેરાત કરી છે. BCCIએ IPLની વચ્ચે એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક 16 એપ્રિલે અમદાવાદ ખાતે યોજાશે. આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રોમાંચક મેચ રમાશે. આ દરમિયાન BCCIની આઈપીએલ ફ્રેન્ચાઈઝીની સાથે પણ બેઠક થશે. આ બેઠકમાં BCCI સેક્રેટરી જય શાહ, BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને IPL અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલ પણ હાજરી આપી શકે છે.

આ બેઠક કેમ છે ખાસ?

IPL 2024 વચ્ચે BCCI દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક ઘણી રીતે મહત્વની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આવતા વર્ષે યોજાનાર મેગા ઓક્શનને લઈને ચર્ચા થઈ શકે છે. ઘણી ફ્રેન્ચાઈઝીઓની માંગ છે કે ટીમ દ્વારા રિટેન્શન ખેલાડીઓની સંખ્યાને વધારીને 8 કરવી જોઈએ, જેથી તેઓ તેમના મુખ્ય ખેલાડીને રાખી શકે. જોકે, ઘણી ફ્રેન્ચાઈઝી આના વિરોધમાં પણ છે. આવી સ્થિતિમાં તમામ ટીમોની સાથે કરોડો ફેન્સ પણ આ બેઠકની રાહ જોઈ રહ્યા છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ, આ બેઠકમાં IPLના આગામી પ્લાનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

રાઈટ ટુ મેચ કાર્ડ ફરીથી થઈ શકે છે લાગુ 

તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં તમામ 10 ટીમોના માલિકો હાજર રહી શકે છે. આ ઉપરાંત માલિકોની સાથે તેમના CEO અને ઓપરેશનલ ટીમો પણ આવી શકે છે. મીટિંગમાં તમામ ફ્રેન્ચાઈઝી પોતાના મંતવ્યો આપી શકે છે અને તેના પર વિચાર કરી શકાય છે. આ સિવાય ચર્ચા આ વાત પર પણ શરૂ થઈ ગઈ છે કે એકવાર ફરીથી રાઈટ ટુ મેચ કાર્ડ શરૂ કરવામાં આવે. આ પહેલા વર્ષ 2022માં મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું, આ દરમિયાન પણ રાઈટ ટુ મેચ કાર્ડનો કોઈ નિયમ નહોતો, પરંતુ હવે ફરી એકવાર તેને શરૂ કરવાની ચર્ચા થઈ રહી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT