World Cup 2023: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વર્લ્ડકપમાંથી બહાર, ઓસ્ટ્રેલિયા સામે 33 રને પરાજય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ICC World Cup 2023 ENG vs AUS: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન યથાવત છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ ઈંગ્લેન્ડને 33 રને હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 નવેમ્બર (શનિવાર)ના રોજ રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની ટીમ 48.1 ઓવરમાં 253 રન સુધી જ સિમિત રહી હતી.

ઓસ્ટ્રેલિયાની સતત પાંચમી જીત

ઓસ્ટ્રેલિયાની ટીમની આ સતત પાંચમી જીત હતી. ઓસ્ટ્રેલિયા પાંચ જીત અને બે હાર સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ ઈંગ્લેન્ડની સાત મેચમાં આ છઠ્ઠી હાર હતી અને તે છેલ્લા સ્થાને છે. ઈંગ્લેન્ડ સતત છ મેચ હારી છે. આ હાર સાથે ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા પહેલા જ સેમિફાઈનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી ચૂક્યા છે.

બેન સ્ટોક્સ-ડેવિડ મલાનની અડધી સદી એળે ગઈ

ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ ફોર્મમાં પરત ફર્યો અને 90 બોલમાં 64 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ડેવિડ મલાને પણ 50 રનની ઇનિંગ રમી હતી. મલાને 64 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મોઈન અલીએ પણ 42 રનનું યોગદાન આપ્યું હતું.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો 287નો ટાર્ગેટ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 38 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને મળીને ઇનિંગ્સ સંભાળી હતી. લાબુશેન-સ્મિથ વચ્ચે ત્રીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઈ હતી. સ્મિથ અને જોશ ઈંગ્લિસના આઉટ થયા પછી પણ લાબુશેનની શાનદાર બેટિંગ ચાલુ રહી. લાબુશેન અને કેમેરોન ગ્રીને મળીને પાંચમી વિકેટ માટે 61 રન જોડ્યા હતા.

લાબુશેન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના નીચલા બેટ્સમેનોએ ઉપયોગી યોગદાન આપ્યું અને પોતાની ટીમને 286 રનના સ્કોર સુધી પહોંચાડી. માર્નસ લાબુશેને 83 બોલમાં સૌથી વધુ 71 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા સામેલ હતા. જ્યારે કેમેરોન ગ્રીને પાંચ ચોગ્ગાની મદદથી 47 રન અને સ્ટીવ સ્મિથે 44 રન (52 બોલ, ત્રણ ચોગ્ગા) ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે સૌથી વધુ ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે આદિલ રશીદ અને માર્ક વૂડને બે-બે સફળતા મળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT