T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2 દિવસ બાદ લાગુ થશે નવો નિયમ, ચૂક થઈ તો ફિલ્ડીંગ ટીમને થશે મોટી સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ICC New Rules: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. તેની શરૂઆત ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીથી થશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ આ જાણકારી આપી છે. આ અંતર્ગત ટી-20 ઈન્ટરનેશનલમાં ટ્રાયલ તરીકે સ્ટોપ ક્લોકનો ઉપયોગ કરવામાં આવશે. આ નિયમ હેઠળ પ્રથમ મેચ 13 ડિસેમ્બરે બાર્બાડોસમાં રમાશે. આ દ્વારા ICC રમતને ઝડપી બનાવવા અને બિનજરૂરી સમયનો બગાડ રોકવા માંગે છે. આગળ જાણો ક્રિકેટનો સ્ટોપ ક્લોક નિયમ શું છે.

T20માં આવશે સ્ટોપ ક્લોકનો નિયમ

સ્ટોપ ક્લોક નિયમ ડિસેમ્બર અને એપ્રિલ 2024 વચ્ચે છ મહિના માટે ટ્રાયલના ધોરણે અજમાવવામાં આવશે. આ નિયમ હેઠળ, ઓવર દરમિયાન લેવામાં આવેલા સમય પર નજર રાખવા માટે ઘડિયાળની મદદ લેવામાં આવશે. એક ઓવર શરૂ થતાંની સાથે જ અમ્પાયર ઘડિયાળ ચાલુ કરશે અને જોશે કે બીજી ઓવરની શરૂઆત વચ્ચે કેટલો સમય પસાર થયો છે.

નવા નિયમથી કેટલી બદલાશે રમત?

નિયમો અનુસાર, આગામી ઓવર 60 સેકન્ડ એટલે કે એક મિનિટની અંદર શરૂ થવી જોઈએ. જો બોલિંગ ટીમ ઈનિંગ દરમિયાન ત્રીજી વખત પણ નિર્ધારિત સમયની અંદર ઓવર શરૂ ન કરી શકે તો તેને સજા કરવામાં આવશે. આ અંતર્ગત પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવશે. જો કે આ પહેલા બોલિંગ ટીમને પણ બે વખત ચેતવણી આપવામાં આવશે. આ પછી જ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

નવા નિયમ પર ICCએ શું કહ્યું?

ICCના જનરલ મેનેજર વસીમ ખાને આ વિશે કહ્યું, ‘અમે સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ઝડપ વધારવાના રસ્તાઓ શોધી રહ્યા છીએ. સ્ટોપ ક્લોક ટ્રાયલ 2022માં નવી પ્લેઈંગ કંડીશન બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવું પગલું છે. નવી પ્લેઈંગ કન્ડીશનમાં લખવામાં આવ્યું છે કે, જો ફિલ્ડિંગ ટીમ નિર્ધારિત સમયની અંદર છેલ્લી ઓવરનો પહેલો બોલ ફેંકવામાં સક્ષમ ન હોય તો તેને 30 યાર્ડની ત્રિજ્યાની બહાર માત્ર ચાર ફિલ્ડર રાખવાની મંજૂરી આપવામાં આવશે. ટ્રાયલ અવધિ પછી સ્ટોપ ક્લોક ટ્રાયલની સમીક્ષા કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT