ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે ICCનો મોટો પ્લાન, T20 ફ્રેન્ચાઇઝી લીગથી ધ્યાન હટાવવા ભરાશે આ પગલું

Gujarat Tak

ADVERTISEMENT

ICC New Plan
આઈસીસીનો નવો પ્લાન
social share
google news

ICC planning multi-million dollar fund to save Test cricket : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. તે ઓછામાં ઓછા US $15 મિલિયન (રૂ. 126 કરોડ)નું અલગ ફંડ બનાવવાનું વિચારી રહી છે. તેનાથી ખેલાડીઓની મેચ ફી વધારવામાં મદદ મળશે. સૌથી ઉપર, તેઓને આકર્ષક T20 ફ્રેન્ચાઇઝી લીગ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અટકાવવામાં આવશે.

સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ આવો પ્રસ્તાવ મૂક્યો છે, જેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)નું સમર્થન છે. શાહ હાલમાં ICC પ્રમુખ બનવાની રેસમાં સૌથી આગળ છે.

વેસ્ટ ઈન્ડિઝ જેવા ક્રિકેટ બોર્ડની મદદ મળશે

આ ફંડ ટેસ્ટ ક્રિકેટરોની ન્યૂનતમ મેચ ફીમાં વધારો કરશે અને ટીમોને વિદેશ પ્રવાસ પર મોકલવાના ખર્ચને આવરી લેશે. આનાથી વેસ્ટ ઈન્ડિઝ જેવા ક્રિકેટ બોર્ડને મદદ મળશે જેમના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટને બદલે વૈશ્વિક T20 સ્પર્ધાઓમાં રમવાનું પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ત્રણ સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને આ ફંડનો લાભ મળવાની શક્યતા નથી કારણ કે તેઓ પહેલેથી જ તેમના ખેલાડીઓને પૂરતો પગાર આપે છે.

ખેલાડીઓ માટે ન્યૂનતમ ચુકવણી નક્કી કરાશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'આ ફંડની રચના પછી, તમામ ખેલાડીઓ માટે ન્યૂનતમ ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવશે, જે લગભગ 10,000 ડોલર હશે. આ ઉપરાંત તે એવા દેશોના વિદેશ પ્રવાસનો ખર્ચ પણ ચૂકવશે જે ટેસ્ટ ક્રિકેટમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ADVERTISEMENT

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ માઈક બેયર્ડ દ્વારા જાન્યુઆરીમાં આ પ્રકારના ફંડની સ્થાપનાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓ ખુશ છે કે તેમાં પ્રગતિ થઈ રહી છે.

ADVERTISEMENT

તેણે કહ્યું, 'અમારે દરેક અવરોધ દૂર કરવાની અને ટેસ્ટ ક્રિકેટને સર્વશ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તે ઇતિહાસ અને તે વારસાને જાળવી રાખવાની જરૂર છે, જે મર્યાદિત ઓવરના ક્રિકેટના નવા ફોર્મેટ સાથે આગળ વધી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT