IND vs AUS Final: અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ તે પીચ કેવી હતી? ICCની રેટિંગે ચોંકાવ્યા
ODI World Cup Final 2023 Pitch Rating: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ માટેની પિચને ‘એવરેજ’ રેટિંગ આપ્યું છે.…
ADVERTISEMENT
ODI World Cup Final 2023 Pitch Rating: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ માટેની પિચને ‘એવરેજ’ રેટિંગ આપ્યું છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું.
તો, કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમીફાઈનલની પિચને પણ ‘એવરેજ’ રેટિંગ આપવામાં આવ્યું છે. ભારત વિ. ન્યુઝીલેન્ડ મેચની પીચ, જેના પર ઘણો વિવાદ થયો હતો, તેને ‘સારી’ રેટિંગ આપવામાં આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જૂની પીચ પર યોજાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો, ત્યારબાદ તેણે અમદાવાદની ધીમી પીચ પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા રમવા આવેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવી શકી હતી. આ પછી કાંગારૂ ટીમના ઓપનર ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની મદદથી માત્ર 43 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ADVERTISEMENT
વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
કોણે આપ્યું પિચનું રેટિંગ?
ફાઈનલ માટેની પિચ રેટિંગ ICC મેચ રેફરી અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી પાયક્રોફ્ટ દ્વારા આપવામાં આવી હતી. બીજી સેમિફાઇનલ માટે પીચ રેટિંગ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે આપ્યું છે.
ADVERTISEMENT
હાર બાદ દ્રવિડે પીચ ધીમી હોવાનું જણાવ્યું હતું
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો. હાર બાદ બોર્ડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંનેને વર્લ્ડ કપની હારને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા. બેઠકમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહેલી ભારતીય ટીમને લઈને રણનીતિ પર પણ ચર્ચા થઈ હતી. મિટિંગ દરમિયાન રાહુલ દ્રવિડ હાજર હતા ત્યારે રોહિત શર્માએ વીડિયો દ્વારા બધા સાથે વાત કરી હતી. કેપ્ટન હાલમાં લંડનમાં છે. દૈનિક જાગરણના અહેવાલ મુજબ, આ બેઠકમાં BCCI સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ હાજર હતા. આવી સ્થિતિમાં જ્યારે દ્રવિડને ટીમ ઈન્ડિયાની હાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ધીમી પીચના કારણે ટીમ હારી ગઈ. દ્રવિડે કહ્યું કે, ટીમને ટ્રેક પરથી જે ટર્ન અપેક્ષિત હતો તે મેળવી શકી નથી. જો આવું થયું હોત તો ટીમ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ફસાવી દેત.
ADVERTISEMENT
ફાઈનલની પીચ જોયા બાદ પેટ કમિન્સ ટેન્શનમાં હતો
વર્લ્ડ કપની ફાઈનલ પહેલા કાંગારૂ ટીમ અમદાવાદની પીચને લઈને ઘણી ચિંતિત હતી. એવા અહેવાલો હતા કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ તેમના કેપ્ટન પેટ કમિન્સના નેતૃત્વમાં ફાઈનલ માટે વિકેટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ પીચનો ઉપયોગ ફાઈનલ પહેલા 14 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન મેચ માટે કરવામાં આવ્યો હતો.
જોકે, મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં પેટ કમિન્સે તેને “ખૂબ સારી વિકેટ” ગણાવી હતી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, યજમાન ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી પીચ તેમના પર જ ભારે પડી ગઈ.
ભારતની 5 મેચની પીચ એવરેજ
એકંદરે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં 11 મેચ રમી છે. ICCએ આમાંથી પાંચ મેચમાં પિચને સરેરાશ રેટિંગ આપ્યું છે. ફાઈનલ ઉપરાંત કોલકાતામાં દક્ષિણ આફ્રિકા, લખનૌમાં ઈંગ્લેન્ડ, અમદાવાદમાં પાકિસ્તાન અને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની યજમાન ટીમની મેચોની પીચોને સરેરાશ રેટિંગ આપવામાં આવ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે, વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ સેમિફાઇનલની પીચ એક મોટા વિવાદના કેન્દ્રમાં હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે છેલ્લી ઘડીએ બદલવામાં આવી હતી, તેને ‘સારું’ રેટિંગ મળ્યું છે. જૂની પીચ પર રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા જેના જવાબમાં કિવી ટીમે 48.5 ઓવરમાં 327 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ દરમિયાન, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચોમાં ICCની બે પીચોની રેટિંગની ટીકા કરી હતી.
હવે ઈંગ્લેન્ડ રમશે અમદાવાદમાં…
TOI મુજબ, અમદાવાદમાં ભારત ‘A’ની મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ લાયન્સ (જે ‘A’ ટીમ છે)ની ત્રણ મેચોની યજમાની કરે તેવી શક્યતા છે. આ મેચો 6 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી રમાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ અંગે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તરફથી અંતિમ પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT