IND vs SL: ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર Rohit Sharma નો મોટો ખુલાસો, IPL ના ખેલાડીઓ ચિંતામાં!
India vs Sri Lanka Highlights: શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચ ડ્રો થયા બાદ ભારતીય ટીમને આગામી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો
ADVERTISEMENT
India vs Sri Lanka Highlights: શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચ ડ્રો થયા બાદ ભારતીય ટીમને આગામી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ટીમે 3 મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને ટીમની પસંદગી પ્રક્રિયાને લઈને સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે, રણજી ટ્રોફી જેવી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ ટેસ્ટ અને વનડે માટે ટીમ સિલેક્શનના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે સ્વીકાર્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ પણ આ બાબતમાં મહત્વની ટૂર્નામેન્ટ છે, પરંતુ તેના આગમનથી ભારતની મુખ્ય સ્થાનિક ટૂર્નામેન્ટનું મહત્ત્વ ઘટ્યું નથી.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કેટલી મહત્વપૂર્ણ?
સ્પિન રમવાના મામલે ટીમ ઈન્ડિયા સારી માનવામાં આવે છે. પરંતુ શ્રીલંકાની મુલાકાત દરમિયાન આ મામલે તેમનો પર્દાફાશ થયો હતો. ભારતીય ટીમને શ્રીલંકાના બોલરો સામે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ત્રણેય મેચમાં તેની બેટિંગ ખરાબ રીતે પડી ભાંગી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે સ્પષ્ટ કર્યું કે ટેસ્ટ અને વનડે ટીમ માટે ખેલાડીઓની પસંદગીના મામલે ભારતનું ઘરેલું માળખું સૌથી મહત્વપૂર્ણ છે. રોહિતે કહ્યું, આ હંમેશા અમારું લક્ષ્ય રહ્યું છે કે ટીમમાં જે ખેલાડીઓ ઉપલબ્ધ છે તેઓ રણજી ટ્રોફી રમી હોય. આપણું સ્થાનિક ક્રિકેટ આપણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કરોડરજ્જુ છે. હવે દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઘણા ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમીને આવ્યા છે. તેથી આપણું ડોમેસ્ટિક ક્રિકેટ દરેક માટે મહત્વપૂર્ણ છે.
કેવી રીતે થાય છે ભારતીય ટીમનું સિલેક્શન
રોહિતે પસંદગી અંગે વધુમાં જણાવ્યું હતું કે, અમને IPL માંથી નહીં પણ અમારી સ્થાનિક સર્કિટમાંથી ખેલાડીઓ મળે છે. જ્યારે તમે ટેસ્ટ અને ODI ક્રિકેટ માટે ખેલાડીઓની પસંદગી કરો છો, ત્યારે રણજી ટ્રોફી, ODI ફોર્મેટ, સૈયદ મુશ્તાક અલી અને આવી અન્ય સ્પર્ધાઓમાં કોણ સારું પ્રદર્શન કરી રહ્યું છે તે અંગે ઘણી ચર્ચા થાય છે. તમને જણાવી દઈએ કે, ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમને 249 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 138 રન બનાવી શકી અને તેને 110 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT