Hardik Pandyaએ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા આવવા રાખી હતી ખાસ શરત, રોહિતને પહેલાથી હતી જાણ!
Hardik Pandya MI Captain: IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં અપેક્ષિત મોટો ફેરફાર શુક્રવારે (15 ડિસેમ્બર) ના રોજ સામે આવ્યો. આખરે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક…
ADVERTISEMENT
Hardik Pandya MI Captain: IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં અપેક્ષિત મોટો ફેરફાર શુક્રવારે (15 ડિસેમ્બર) ના રોજ સામે આવ્યો. આખરે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્માએ હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમવું પડશે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ નિર્ણય બહુ આઘાતજનક નહોતો. કારણ કે જ્યારથી હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી થઈ છે ત્યારથી આ અંગે અટકળો ચાલી રહી હતી. રોહિત શર્મા માટે પણ આ જાહેરાત કોઈ આંચકો નહોતી, કારણ કે તેને આ નિર્ણય વિશે ઘણા સમય પહેલા જાણ થઈ ગઈ હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મુંબઈ ઈન્ડિયન્સે વર્લ્ડ કપ 2023 પહેલા જ રોહિત શર્માને તેમના નિર્ણયની જાણ કરી દીધી હતી. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમવા માટે રાજી થઈ ગયો હતો. આ પછી ફ્રેન્ચાઇઝીએ હાર્દિકનો ટ્રેડ કર્યો અને રોહિતને પણ ટીમમાં રાખ્યો.
કેપ્ટન બનવા માટે હાર્દિકની શરત
હાર્દિક પંડ્યા IPL 2023 થી મુંબઈ ઈન્ડિયન્સના સંપર્કમાં હતો. તેની એક જ શરત હતી કે જો તે મુંબઈ પરત ફરે તો તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે. મુંબઈ ઈન્ડિયન્સ ઈચ્છતી હતી કે હાર્દિક કોઈપણ કિંમતે તેની ટીમનો ભાગ બને, તો હાર્દિકનો કેપ્ટનશિપનો રેકોર્ડ પણ શાનદાર હતો, આવી સ્થિતિમાં મુંબઈની ફ્રેન્ચાઈઝીએ આ શરત સ્વીકારી અને રોહિતને પોતાના નિર્ણયની જાણકારી આપી.
ADVERTISEMENT
હાર્દિકનો શ્રેષ્ઠ તબક્કો
હાર્દિક પંડ્યા છેલ્લા દોઢ વર્ષથી રમતના દરેક વિભાગમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. પોતાની ઝડપી બોલિંગથી તે સતત જરૂરિયાત સમયે વિકેટ લે છે. બેટિંગ કરતી વખતે તેનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. અને તે હંમેશા ફિલ્ડીંગમાં સારું કરે છે. તેની કેપ્ટન્સી પણ શાનદાર રહી છે. આવી સ્થિતિમાં હાર્દિકની એન્ટ્રી મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણા સકારાત્મક બદલાવ લાવી શકે છે. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લી ત્રણ આઈપીએલ સીઝનમાં ફાઈનલ રમી નથી.
ADVERTISEMENT