Hardik Pandya Injury: હાર્દિક પંડ્યા ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં રમશે કે નહીં? રોહિત શર્માએ આપી મોટી અપડેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Hardik Pandya Injury: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી લગભગ બહાર થઈ ગયો છે. ભારતને 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે પાંચમી મેચ રમવાની છે. જે ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને જોરદાર ટક્કર મળે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, પંડ્યાની ગેરહાજરીને કારણે, ટીમ રોહિત શર્માને ટીમના પ્લેઇંગ 11 માટે ભારે મથામણ કરવી પડશે.

19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન હાર્દિકને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી તે મેદાનની બહાર ગયો, જ્યાં તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે, બાદમાં તે ભારતીય ઇનિંગ્સ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો. હવે નવીનતમ અપડેટ મુજબ, પંડ્યા ધર્મશાળા નહીં જાય અને તેના બદલે તબીબી સહાય માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે.

આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી છે. આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 11 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

હાર્દિકની જગ્યાએ વિરાટ કોહલીએ બોલિંગ કરી

19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે પોતાની પ્રથમ ઓવર પણ પૂરી કરી શક્યો નહોતો. બાદમાં વિરાટ કોહલીએ તેની જગ્યાએ 3 બોલ નાખ્યા, વિરાટ લગભગ 6 વર્ષ પછી ODI ક્રિકેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો.

રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની ઈજા પર પ્રતિક્રિયા આપી

રોહિત શર્માએ મેચ પછીના ઈન્ટરવ્યુમાં હાર્દિકની ઈજા વિશે કહ્યું હતું કે, ‘તેને થોડી સમસ્યા થઈ છે, ચિંતા કરવાની કોઈ મોટી વાત નથી. અમે કાલે સવારે જોઈશું કે તે કેવું અનુભવે છે અને પછી કેવી રીતે આગળ વધવું તેની યોજના બનાવીશું.’ ભારતે વર્લ્ડ કપ 2023માં તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે 22 ઓક્ટોબરે ધર્મશાલામાં રમવાની છે. રોહિતના નિવેદન બાદ પણ માનવામાં આવી રહ્યું છે કે હાર્દિકને આગામી મેચમાં આરામ આપવામાં આવી શકે છે.

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું

પુણેમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 51 બોલ બાકી રહેતા સાત વિકેટે હરાવીને ODI વર્લ્ડ કપમાં પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારતનો આ સતત ચોથો વિજય હતો. રોહિત શર્મા એન્ડ કંપનીએ 51 બોલ બાકી રહેતા સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્મા (48 ​​રન) અને શુભમન ગિલ (53 રન) બાદ વિરાટ કોહલીએ 97 બોલમાં અણનમ 103 રનની જોરદાર ઇનિંગ રમી હતી. કિંગ કોહલીને કેએલ રાહુલ (અણનમ 34)નો પૂરો સાથ મળ્યો અને ભારતે 41.3 ઓવરમાં ત્રણ વિકેટે ટાર્ગેટ પૂરો કર્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT