'રમવું હોય તો રમો', Champions Trophy 2025ની પાકિસ્તાનમાં મેજબાની પર LIVE શોમાં ભડક્યો હરભજનસિંહ
Champions Trophy in Pakistan: પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાની ટીવી ચેનલના એક કાર્યક્રમમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને સ્પષ્ટ કહ્યું કે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમને પાકિસ્તાન નહીં મોકલે, કારણ કે ત્યાં ભારતીય ખેલાડીઓ સુરક્ષિત નથી.
ADVERTISEMENT
Champions Trophy in Pakistan: પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાની ટીવી ચેનલના એક કાર્યક્રમમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને સ્પષ્ટ કહ્યું કે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમને પાકિસ્તાન નહીં મોકલે, કારણ કે ત્યાં ભારતીય ખેલાડીઓ સુરક્ષિત નથી. તેણે પાકિસ્તાની એન્કરને પણ ખૂબ સંભળાવ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે ભજ્જીએ થોડા મહિના પહેલા એક પાકિસ્તાની શોમાં આ વાત કહી હતી, પરંતુ તેનું નિવેદન ફરી એકવાર વાયરલ થવા લાગ્યું.
ભારતના પાકિસ્તાન જવા પર હરભજને શું કહ્યું?
શોમાં હરભજનને ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. એન્કરનું કહેવું હતું કે દુનિયાની મોટી ટીમો હાલ રમીને ગઈ છે તો શું ટીમ ઈન્ડિયા પણ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા નહીં આવે? આ અંગે ભજ્જીએ કહ્યું-
જો અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી તો અમે ટીમને ત્યાં નહીં મોકલીએ. જો તમારે રમવું હોય તો રમો, જો ના રમવું હોય તો ના રમો. પાકિસ્તાન વિના પણ ભારતીય ક્રિકેટ ટકી શકે છે. જો તમે ભારતીય ક્રિકેટ વિના ટકી શકતા હોવ તો કરો.
હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે ચર્ચા
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સત્તાવાર યજમાન છે, જે 8 વર્ષની રાહ જોયા બાદ ત્યાં યોજાઈ રહી છે. આ ટૂર્નામેન્ટની અગાઉની એડિશન 2017માં રમાઈ હતી, જેમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં, એવા અહેવાલ આવ્યા હતા કે BCCI ICC પાસે હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટ યોજવાની માંગ કરશે. આવી સ્થિતિમાં ભારતની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે.
ADVERTISEMENT
અગાઉ પાકિસ્તાને કથિત રીતે ભારતની મેચ માટે લાહોરનું સ્ટેડિયમ નક્કી કર્યું હતું. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે રમાશે. પરંતુ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાને ગયા વર્ષે એશિયા કપનું આયોજન કર્યું હતું, પરંતુ ભારતની તમામ મેચો હાઇબ્રિડ મોડલ હેઠળ શ્રીલંકામાં રમાઈ હતી.
ADVERTISEMENT