VIDEO: T10 ક્રિકેટની પહેલી બેવડી સદી ચૂક્યો આ બેટ્સમેન, માત્ર 43 બોલમાં 193 રન બનાવીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

European Cricket T10 Match : ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત એક અકલપનિય ઇનિંગ જોવા મળી છે.યુરોપમાં T10 ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના એક મેચમાં બેટ્સમેને એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

𝗪𝗢𝗥𝗟𝗗 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗞𝗡𝗢𝗖𝗞!🤯

Hamza Saleem Dar's 43-ball 1️⃣9️⃣3️⃣ not out is the highest individual score in a 10-over match.😍 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/4RQEKMynu2

— European Cricket (@EuropeanCricket) December 6, 2023

આ ખેલાડીએ 43 બોલમાં 193 રનની વિસ્ફોટક ઇનિંગ રમી

યુરોપિયન ક્રિકેટમાં આ T10 મેચ Catalunya Jaguar અને Sohal Hospitalet વચ્ચે રમાઈ હતી.પ્રથમ બેટિંગ કરતા Catalunya Jaguar ની ટીમે 10 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 257 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેમના બેટ્સમેન હમઝા સલીમ ડારે 43 બોલમાં 193 રનની ઇનિંગ રમી હતી. આ વિસ્ફોટક ઇનિંગથી તેમણે એક વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. હમઝા સલીમ ડાર નામનો આ બેટ્સમેન T10 ક્રિકેટની પહેલી બેવડી સદી માત્ર 7 રનથી ચૂકી ગયો.જો કે, આ બેટ્સમેને T10 ક્રિકેટની આ ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. આ દરમિયાન તેણે 22 સિક્સર અને 14 ફોર ફટકારી હતી અને 449 ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા. હમઝા માત્ર T10 લીગમાં જ નહીં પરંતુ કોઈપણ લીગમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હમઝાએ માત્ર 24 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. હમઝા T10 લીગના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે.

ADVERTISEMENT

અગાઉ આ ખેલાડીએ 40 બોલમાં 163 રનની અણનમ ઇનિંગ રમી હતી

આ પહેલા T10 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ લુઇસ ડુ પ્લોયના નામે હતો, જેણે ઓક્ટોબરમાં રમાયેલ મેચમાં હંગેરી માટે 40 બોલમાં 163 રનની અણનમ ઇનિંગ રમી હતી.આ મેચમાં સોહલ હોસ્પિટલેટ બોલર મુહમ્મદ વારિસે બે ઓવરમાં સૌથી વધુ 73 રન આપ્યા હતા. લઇસ ડુ પ્લોયે એક ઓવરમાં 6 સિક્સર પણ ફટકારી હતી. Catalunya Jaguarના આ વિશાળ સ્કોરનો પીછો કરવો Sohal Hospitalet માટે ખૂબ જ મુશ્કેલ હતો. ટીમ નિર્ધારિત 10 ઓવરમાં 8 વિકેટના નુકસાને 104 રન જ બનાવી શકી હતી અને Catalunya Jaguarની ટીમે 153 રનના જંગી અંતરથી મેચ જીતી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT