WTC ફાઈનલમાં ભારતીય ટીમે નંબર વન બોલરને બહાર બેસાડીને મોટી ભૂલ કરી? ગાવસ્કર, ગાંગુલી ભડક્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

લંડન: WTC ફાઇનલ લંડનના ઓવલ મેદાન પર ચાલુ છે. આ મેચમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ખરાબ શરૂઆત બાદ પોતાની સ્થિતિમાં સુધારો કર્યો હતો અને 3 વિકેટે 327 રન બનાવ્યા હતા. ભારતીય બોલરો ત્રણ વિકેટ લીધા બાદ મેદાનમાં હાંફતા જોવા મળ્યા હતા. રોહિત શર્માએ અલગ-અલગ છેડેથી બોલિંગ કોમ્બિનેશનના ઘણા પ્રયોગો કર્યા, પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરને 1-1થી સફળતા મળી હતી. રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવને એક પણ વિકેટ મળી ન હતી.

ભારતીય બોલર્સ વિકેટ માટે તરસી રહ્યા છે
ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતના આંચકામાંથી બહાર આવ્યા બાદ મજબૂત દેખાઈ રહી છે. સ્ટીવ સ્મિથ 95 અને ટ્રેવિસ હેડ 146 રને અણનમ છે. આ સાથે જ ટ્રેવિસ હેડ કોઈપણ WTC ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જે એક રેકોર્ડ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા 4 ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ સાથે ઉતરી હતી. ટીમમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિનર ​​છે. આ સાથે જ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર રવિચંદ્રન અશ્વિન આ મેચમાં બહાર થઈ ગયો હતો. ઘણા ક્રિકેટ એક્સપર્ટ આ મામલે સવાલ ઉઠાવી રહ્યા છે.

સુનીલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલી ગુસ્સે થયા
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલી પણ રોહિત શર્મા દ્વારા પસંદ કરાયેલી WTC ટીમને લઈને નારાજ દેખાઈ રહ્યા હતા. ત્રણેયએ સ્ટાર સ્પોર્ટ્સ પર ભારતીય ટીમના કોમ્બિનેશન પર સવાલ ઉઠાવ્યા હતા. સુનીલ ગાવસ્કરે તો ત્યાં સુધી કહી દીધું કે, નંબર 1 ટેસ્ટ બોલર આર અશ્વિનને કેવી રીતે અવગણી શકાય? અશ્વિનને રમાડવા માટે પિચ જોવી જરૂરી નથી. ભારતે અશ્વિનને ન રમાડીને ભૂલ કરી હતી. ગાવસ્કરે ટીમ ઈન્ડિયામાં ઉમેશ યાદવની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

ADVERTISEMENT

તો, સૌરવ ગાંગુલીએ કહ્યું કે, એક સમયે ભારતીય ટીમ 3 વિકેટ લઈને મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ પછી તેણે સરળતાથી રન આપી દીધા. ગાંગુલીએ કહ્યું કે, રોહિતે જે પ્રકારની ફિલ્ડિંગ લગાવી હતી તેનાથી ઓસ્ટ્રેલિયન ટીમે ખૂબ જ સરળતાથી રન બનાવ્યા હતા.

રિકી પોન્ટિંગ પણ આશ્ચર્યમાં
સુનીલ ગાવસ્કરની જેમ રિકી પોન્ટિંગે પણ મિશ્રિત વાત કહી, તેણે કહ્યું- ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવ માટે બોલિંગ આક્રમણ પસંદ કરવાની ભૂલ કરી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા ડાબા હાથના બેટ્સમેન છે. જાડેજા કરતાં અશ્વિન ડાબા હાથના બેટર્સને વધુ આઉટ શક્યો હોત. મેં ઘાસ જોયું, જે સૂકું દેખાતું હતું. આવી સ્થિતિમાં અશ્વિન વધુ ઘાતક સાબિત થઈ શક્યો હોત.

ADVERTISEMENT

ADVERTISEMENT

પહેલા દિવસે રોહિત શર્મા ક્યાં ખોટો પડ્યો? આ 4 મુદ્દાઓમાં સમજો

પોઈન્ટ નંબર 1: નંબર 1 ટેસ્ટ બોલરને પડતો મુકવાનું નુકસાન?
આર અશ્વિન WTC મેચોમાં ભારતનો સૌથી સફળ (13 મેચમાં 61 વિકેટ) બોલર છે. ઓવરઓલ વિકેટ લેવાના મામલે તે ત્રીજા નંબરે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમને ન રમાડવાનું સમજી શક્યા નહીં. જ્યારે તેની બોલિંગનો ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં પહોંચવામાં મોટો ફાળો છે.

પોઈન્ટ નંબર 2: કાંગારૂ ટીમમાં 5 ડાબા હાથના બેટ્સમેન, નિર્ણય લેવામાં રોહિતની ભૂલ
હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં 5 બેટ્સમેન ડાબોડી છે. અશ્વિન હંમેશા ડાબોડી બેટ્સમેનો માટે અસરકારક રહ્યો છે. આંકડાઓ આ હકીકતની સાક્ષી પૂરે છે. રવિચંદ્રન અશ્વિને 92 ટેસ્ટ રમી છે, જેમાં તેની 474 વિકેટ છે. ખાસ વાત એ છે કે અશ્વિને આમાંથી 241 વિકેટ માત્ર ડાબા હાથના બેટ્સમેનોની જ લીધી છે. આ સાથે જ અશ્વિન ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેનો સામે પણ અસરકારક રહ્યો છે. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે 22 ટેસ્ટમાં 114 વિકેટ લીધી છે. જેમાં 47 વખત તેણે જમણા હાથના બેટ્સમેનોને આઉટ કર્યા છે જ્યારે 67 વખત તેણે ડાબા હાથના બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા છે.

તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ (WTC ટેસ્ટના પ્રથમ દિવસ સુધી) 264 વિકેટ લીધી છે. જેમાં તેણે ડાબા હાથના બેટ્સમેનો સામે 90 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં રોહિત શર્માના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

પોઈન્ટ નંબર 3: રોહિત શર્માની કેપ્ટનશીપ પર પ્રશ્ન…
રોહિત શર્મા પણ કેપ્ટન્સીમાં નિર્ણય લેવા અંગે મૂંઝવણમાં જોવા મળ્યો હતો. એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 76 રનમાં આઉટ થઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે ગ્રીન ટોપ વિકેટ પર પ્રથમ બોલિંગ કરવાનો ટીમ ઈન્ડિયાનો નિર્ણય સાચો હતો. પરંતુ ત્રણ વિકેટ પડ્યા બાદ તેણે મેદાનમાં સરળતાથી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડને રન બનાવવા દીધા.

પોઈન્ટ નંબર 4: ઝડપી બોલરો વિશે મૂંઝવણ
રોહિત શર્માએ તમામ રાઈડ હેન્ડ ઝડપી બોલર્સને રમાડ્યા છે, તેથી આ વ્યૂહરચના સમજની બહાર હતી. જ્યારે તેણે લેફ્ટ આર્મ બોલર જયદેવ ઉનડકટને પણ WTC ફાઈનલ માટે પસંદ ન કર્યો. ઉમેશ યાદવ વિકેટ માટે તડપતો જોવા મળ્યો હતો.

અશ્વિનને તક ન આપવા પર રોહિતે શું કહ્યું?
શા માટે અશ્વિનને WTC ફાઈનલ ટીમમાં તક ન મળી? આનું કારણ પણ રોહિત શર્માએ ટોસ બાદ જણાવ્યું હતું. રોહિતે કહ્યું- અમે ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનર ​​સાથે રમવાના છીએ. અશ્વિન જેવા ખેલાડીને છોડવો હંમેશા મુશ્કેલ હોય છે. તે મેચ વિનર છે, પરંતુ આ નિર્ણય ટીમના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT