'વિદેશી કોચ માત્ર...', મોર્ને મોર્કેલના ભારતીય બોલિંગ કોચ બનતા જ ગંભીરનો જૂનો VIDEO વાઈરલ

ADVERTISEMENT

Team India
Team India
social share
google news

Gautam Gambhir: રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો. તેની સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડની વિદાય થઈ. દ્રવિડ બાદ તેની જગ્યાએ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ગંભીરની દેખરેખ હેઠળ, ભારત હવે શ્રીલંકા પ્રવાસ પર T20 અને ODI શ્રેણી રમ્યું છે. ગંભીર ટીમ ઈન્ડિયામાં આવતાની સાથે જ તેણે તેની સાથે કામ કરી ચૂકેલા મોર્ને મોર્કેલને તેના બોલિંગ કોચ તરીકે પસંદ કર્યા. જે બાદ ગંભીરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વિદેશી કોચ સામે બોલતા દેખાઈ રહ્યો છે.

મોર્કેલે ગંભીર સાથે કામ કર્યું છે

વાસ્તવમાં, ગંભીરના મુખ્ય કોચ બન્યા પછી જ એ સ્પષ્ટ થઈ ગયું કે મોર્ને મોર્કેલને ભારતીય બોલિંગ કોચની જવાબદારી મળવા જઈ રહી છે. કારણ કે મોર્કેલ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે. આ કારણે ગંભીરે લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારની અવગણના કરી અને પોતાની પ્રથમ પસંદગી તરીકે મોર્કેલનું નામ લીધું. પરંતુ મોર્કેલ બોલિંગ કોચ બન્યા બાદ ગંભીરનો વર્ષ 2022નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ટીમ ઈન્ડિયાના વિદેશી કોચ બનવા પર મોટું નિવેદન આપ્યું હતું.

ગંભીરે શું કહ્યું?

વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના વિદેશી કોચ હોવા અંગે ગંભીરે કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાનો કોચ માત્ર ભારતીય હોવો જોઈએ. કારણ કે આ બાબત ભાવનાત્મક છે. વિદેશી કોચને ઘણું મહત્વ આપવામાં આવે છે પરંતુ તેઓ પૈસા કમાવવા માટે જ આવે છે. હવે એક સારી વાત એ બની છે કે છેલ્લા કેટલાક સમયથી માત્ર ભારતીયોને જ કોચ બનાવવામાં આવી રહ્યા છે. આશા છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે.

ADVERTISEMENT

ગંભીર ક્યાં સુધી કોચ રહેશે?

જોકે, મુખ્ય કોચ બન્યા બાદ ગંભીરે પોતે એક વિદેશી કોચને પોતાની ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મોર્કેલ હવે ભારતનો બોલિંગ કોચ બનીને ટીમ ઈન્ડિયા માટે કામ કરતો જોવા મળશે. સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલિંગ કોચનો અનુભવ ટીમ ઈન્ડિયાના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઘણો ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. જો મોર્કેલ શાનદાર કામ કરે છે તો તે 2027 વર્લ્ડ કપ સુધી ગંભીરની સાથે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં પણ જોવા મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT