Gautam Gambhir: 'ગૌતમ ગંભીર બાળક છે' ટીમ ઈન્ડિયાના હેડ કોચને કોણે આવું કહ્યું?

ADVERTISEMENT

IND vs SL
ગૌતમ ગંભીર બાળક છે
social share
google news

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. ગૌતમ ગંભીર (Gautam Gambhir) ના કોચિંગમાં ટીમ ઈન્ડિયા (Team India) પ્રથમ મેચ જીતી ન શકી અને ટાઈથી સંતોષ માનવો પડ્યો હતો. આ પછી બીજી વનડે મેચમાં ભારતને શ્રીલંકાએ 32 રને હરાવ્યું હતું. આ રીતે બીજી વનડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના બાળપણના કોચ સંજય ભારદ્વાજે મોટું નિવેદન આપ્યું છે.

ગૌતમ ગંભીરના કોચે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના બાળપણના કોચ સંજય ભારદ્વાજે મનજોત કાલરાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન કહ્યું, 'ગૌતમ ગંભીર એક બાળક છે અને આજે પણ તે માસૂમ બાળકની જેમ વર્તે છે. લોકોને લાગે છે કે તે ઘમંડી છે, પરંતુ જીત પ્રત્યે તેનું વલણ એવું જ છે. હું તેને નેટ્સ પછી મેચમાં રમવા માટે કહેતો હતો અને જો ટીમ હારી જતી હતી તો તે બાળકની જેમ રડતો હતો. ત્યારે પણ તેને હારવું બિલકુલ ગમતું ન હતું.'

'ગૌતમ ગંભીરે ઘણા ખેલાડીનું કરિયર બનાવ્યું'

તેમણે કહ્યું કે, 'તેના જેવું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ દેખીતી રીતે ગંભીર જ હશે. જો તમે તમારા ઝોનમાં રહેશો તો તમે જીતી જશો. જે વ્યક્તિ જીતવાનું જાણે છે, તેણે હારથી પણ બચવું જોઈએ. લોકો વિચારે છે કે તેનું વલણ વિચિત્ર છે. પરંતુ ગૌતમ ગંભીર દિલનો સાફ વ્યક્તિ છે અને તેણે ઘણા યુવા ખેલાડીઓનું કરિયર બનાવ્યું છે.' 

ADVERTISEMENT

તાજેતરમાં જ કરાઈ છે હેડ કોચ તરીકે પસંદગી

ગૌતમ ગંભીરની વાત કરીએ તો તેઓ ICC 2011 વનડે વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યા છે. ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ KKRએ IPL 2024 સીઝનનો ખિતાબ જીત્યો. આ પછી જ્યારે ICC T20 વર્લ્ડ કપ 2024ની જીત સાથે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો ત્યારે ગૌતમ ગંભીરને ભારતના નવા હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી T20 ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું. 

    follow whatsapp

    ADVERTISEMENT