Gautam Gambhir Appointed new head coach: ગૌતમ ગંભીર બન્યા ભારતીય ટીમના નવા હેડ કોચ, જય શાહે કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

Gautam Gambhir
Gautam Gambhir
social share
google news

Gautam Gambhir Appointed new head coach: ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. તે ભારતીય ટીમનો હેડ કોચ બની ગયા છે, તેણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. હેડ કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી છે.

ટીમ ઈન્ડીયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે T20 વર્લ્ડ કપ 2021 બાદ મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. જો કે તેમનો કાર્યકાળ માત્ર ODI વર્લ્ડ કપ 2023 સુધીનો હતો, પરંતુ BCCIએ તેને લંબાવી દીધો હતો. દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના સમાચારો પણ વહેતા થયા હતા. હવે જય શાહે આને પર મહોર લગાવી દીધી છે. હાલમાં ભારતીય ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર કમાન સંભાળશે.

ગંભીરની મેન્ટરશિપ હેઠળ KKR ટીમ IPL ચેમ્પિયન બની હતી

IPL 2024 પહેલા જ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર બની ગયો હતો. આ પછી તેણે પોતાની મેન્ટરશિપ હેઠળ KKR ટીમને ચેમ્પિયન પણ બનાવી. હેડ કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.

ADVERTISEMENT

ગંભીરની યાદગાર ઇનિંગ

42 વર્ષના ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ગંભીરે ભારત માટે છેલ્લી ટેસ્ટ 2016માં રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ગંભીરે 58 ટેસ્ટ મેચોમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા જેમાં નવ સદીનો સમાવેશ થાય છે. ગંભીરે 147 વનડેમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા છે. આમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી 97 રનની યાદગાર ઇનિંગ પણ સામેલ છે, જેના કારણે ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. તેણે વનડેમાં 11 સદીની ઇનિંગ્સ રમી હતી. ગંભીરે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી. તેણે 37 મેચમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા, જેમાં તેની એવરેજ 27.41 હતી.
 

    follow whatsapp

    ADVERTISEMENT