T20 વર્લ્ડ કપની વચ્ચે ઈરફાન પઠાણ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, નજીકના વ્યક્તિનું થયું મોત

ADVERTISEMENT

Irfan Pathan
ઈરફાન પઠાણ પર તૂટ્યો દુઃખનો પહાડ
social share
google news

Irfan Pathan Makeup Artist Drowned:   T20 વર્લ્ડ કપના રોમાંચ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણના મેક-અપ આર્ટિસ્ટ ફૈયાઝ અંસારીનું અવસાન થયું છે. આ દુર્ઘટના વેસ્ટ ઈન્ડિઝની એક હોટલમાં સર્જાઈ હતી. ફૈયાઝ અંસારી સ્વિમિંગ પુલમાં ન્હાતી વખતે ડૂબી ગયા હતા. 

ઈરફાન પઠાણ સાથે ગયા હતા વેસ્ટ ઈન્ડિઝ

મિત્રો તેમને લઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ મેચ રમાઈ રહી છે. ઈરફાન પઠાણ ટુર્નામેન્ટમાં કોમેન્ટેટર તરીકે સામેલ થયા છે અને ફૈયાઝ અંસારી તેમની સાથે વેસ્ટ ઈન્ડિઝ ગયા હતા, પરંતુ સ્વિમિંગ પુલમાં ડુબી જતા તેઓનું અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચાર તેમના પરિવાર સુધી પહોંચી ગયા છે.

દિલ્હીમાં થઈ હતી મુલાકાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૈયાઝ અંસારી ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના રહેવાસી છે. તેમનો પરિવાર નગીના બિજનૌરના કાઝી સરાય મોહલ્લામાં રહે છે. ફૈયાઝ અંસારીએ દિલ્હીમાં સલૂન ખોલ્યું છે. એક દિવસ ફૈયાઝ અંસારીના વખાણ સાંભળીને ઈરફાન પઠાણ પોતાના વાળની ​​સ્ટાઈલ કરાવવા સલૂનમાં પહોંચ્યા હતા.  ત્યારબાદ તેઓ પહેલીવાર ઈરફાન પઠાણને મળ્યા હતા. તેઓ ફૈયાઝ અંસારીના કામથી એટલા ખુશ થયા કે તેમણે ફૈયાઝ અંસારીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ બનાવી દીધા.

ADVERTISEMENT

રવિવારે સર્જાઈ દુર્ઘટના

ફૈયાઝ અંસારીના સંબંધીઓના જણાવ્યા અનુસાર, ફૈયાઝ અંસારી પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણની દરેક ટુરમાં સાથે જ જતાં હતા. આ વખતે પણ તેઓ ઈરફાન પઠાણ સાથે ટી20 વર્લ્ડ કપ ટૂર પર ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના રવિવારે સાંજે સર્જાઈ હતી. માહિતી મળતાની સાથે જ ઈરફાન પઠાણ હોટલ પર પહોંચી ગયા હતા અને ફૈયાઝના મૃતદેહને ભારતમાં તેમના ઘરે પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી. ફૈયાઝ અંસારી 7 વર્ષથી દિલ્હીમાં રહેતા હતા.
 

    follow whatsapp

    ADVERTISEMENT