હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે આપ્યો 'ગુરુમંત્ર', કેપ્ટન બનાવવાને લઈને કર્યો મોટો દાવો

ADVERTISEMENT

Ravi Shastri on Hardik Pandya
હાર્દિક પંડ્યાને મળ્યો 'ગુરુમંત્ર'
social share
google news

Ravi Shastri on Hardik Pandya: હાર્દિક પંડ્યાની ફીટનેસ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. તેમની ફિટનેસના કારણે તેમને ટી20 ટીમની કેપ્ટનશિપ પણ મળી નથી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પણ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ ન મળવાનું આ જ કારણ જણાવ્યું હતું. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને તેમની ફિટનેસ પર અને વધારે વર્કઆઉટ કરવાની સલાહ આપી છે.  

હાર્દિક પંડ્યાની ફીટનેસને લઈને કહી આ વાત

રવિ શાસ્ત્રીએ તાજેતરમાં જ ICC રિવ્યુના લેટેસ્ટ એડિશનમાં હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને વાત કરી. આ દરમિયાન તેમણે હાર્દિક પંડ્યાને કહ્યું કે તેઓ કેવી રીતે તેમની ફિટનેસમાં વધુ સુધારો કરી શકે છે અને આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે વનડે ટીમમાં સ્થાન બનાવી શકે છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે તેમણે રમવાનું ચાલુ રાખવું જોઈએ. મેચ ફિટનેસ ખૂબ જ જરૂરી છે, એટલા માટે જેટલી પણ ટી20 મેચ છે, તે મેચને તેમણે રમવી જોઈએ. જો તેઓ ફિટ લાગશે  તો તેઓ વનડે ટીમમાં સ્થાન બનાવી શકે છે.'

બોલિંગ કરવી જરૂરી

તેમણે આગળ કહ્યું, તેમણે (હાર્દિક પંડ્યા) પોતાની બોલિંગ પર ધ્યાન આપવું પડશે. જો કોઈ વન ડેમાં માત્ર ત્રણ ઓવર જ બોલિંગ કરે છે, જ્યાં 10 ઓવર નાખવાની છે, તો ટીમના બેલેન્સ પર તેની અસર પડે છે. જો તમે દરેક મેચમાં સતત 8થી 10 ઓવર ફેંકી શકો છો અને પછી બેટિંગ કરી શકો છો, તો મને લાગે છે કે તેઓ વનડે ક્રિકેટમાં પણ રમી શકે છે.

ADVERTISEMENT

હાર્દિક પંડ્યાએ લેવો પડશે નિર્ણય

હાર્દિક પંડ્યાને લઈને તેમણે કહ્યું કે, 'આ બધું હાર્દિક પંડ્યા પર જ નિર્ભર છે. તેઓ તેમના શરીરને વધુ સારી રીતે જાણે છે. પરંતુ મને લાગે છે કે જે પ્રકારનું પ્રદર્શન તેમણે વર્લ્ડ કપમાં કર્યું છે, તેનાથી તેમને વન ડે ટીમમાં વાપસી કરવાની પ્રેરણા મળશે. તેમણે તેમની ફિટનેસને વધુ સુધારો કરવો પડશે.' 


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT