હવે ગુજરાતમાંથી નીકળશે રોનાલ્ડો-મેસ્સી જેવા ખેલાડીઓ! રાજ્યમાં પહેલીવાર ફૂટબોલ લીગ રમાશે

ADVERTISEMENT

Gujarat Super League
Gujarat Super League
social share
google news

Gujarat Football League: ઈન્ડિયન ફૂટબોલ લીગની જેમ ગુજરાતમાં પણ ફ્રેન્ચાઈઝ આધારિત ફૂટબોલ લીગની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) ની આ એક મોટી પહેલ છે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લશે અને 1થી 10 મે સુધી તમામ ટીમો વચ્ચે જંગ જામશે. ગુજરાત સુપર લીગ (GSL) માટેની ટ્રોફીનું રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણીએ અનાવરણ કર્યું હતું.

કઈ-કઈ 6 ટીમો મેદાનમાં ઉતરશે?

આ ટૂર્નામેન્ટ માટે ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓએ 6 ટીમ ખરીદી છે. જેમાં ટીમોનું નામ અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ) છે.

આ દરમિયાન પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે “અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ગુજરાત સુપર લીગ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેની નાનકડી પહેલ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.”

ADVERTISEMENT

1લી મેથી 12 મે સુધી રમાશે ટૂર્નામેન્ટ

GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે. ટુર્નામેન્ટ 1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાવાની છે. મેચના દિવસો 1લી, 2જી, 4થી, 5મી, 8મી, 10મી મે છે. ફાઇનલ 12મી મે 2024ના રોજ રમાશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ 12મી મે 2024ના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમશે.

વિજેતા ટીમને રૂ.11 લાખનું ઈનામ 

GSFAના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે. તેમજ દરેક મેચના પ્લેયર ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે.

ADVERTISEMENT

GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. આ ટિકિટ BookMyShow પરથી મળી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT