Englandvs S.Africa World Cup 2023: ઇંગ્લેન્ડનો 229 રનથી શરમજનક પરાજય, 170 રન જ બનાવી શકી

ADVERTISEMENT

England Vs S.Africa World Cup 2023
England Vs S.Africa World Cup 2023
social share
google news

England vs South Africa World cup 2023 : ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રીકાને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં 229 રનથી પરાજીત કર્યું. આફ્રીકાના 400 રનોના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 170 રન જ બનાવી શકી હતી.

દક્ષિણ આફ્રીકાએ ઇંગ્લેન્ડને આપ્યો શરમજનક પરાજય

દક્ષિણ આફ્રીકાએ ઇંગ્લેન્ડને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના 20 મી મેચમાં 229 રનથી શમરજનક પરાજય આપ્યો છે. ઇંગ્લેન્ડની વન ડે ક્રિકેટ ઇતિહાસની આ સૌથી મોટી હાર છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રીકાએ હેનરિચ ક્લાસેનની આતિશી શતકીય રમ અને માર્કો યાનસેનની સાથે છઠ્ઠી વિકેટ માતે 77 બોલમાં 151 રનની ભાગીદારીથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં 170 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડની ટીમને શરમજનક હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાન પર પહોંચી ગઇ છે.

દક્ષિણ આફ્રીકાએ 399 રનનો વિશાળ સ્કોર ખડકી નાખ્યો

400 રનોના લક્ષ્યાંક પાછળ ઉતરી ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતમાં જ લડખડી ગઇ હતી. પહેલી વિકેટ જોની બેયરસ્ટો તરીકે ત્રીજી ઓવરમાં પડી. ત્યાર બાદ દક્ષિણ આફ્રીકાના બોલર નિયમિત અંતરાલ પર વિકેટ પાડવા અને ઇંગ્લેન્ડના બેટ્સમેન ઝડપથી રન બનાવવાના ચક્કરમાં પવેલિયન પરત ફરતા ગયા. દક્ષિણ આફ્રીકા માટે ગેરાલ્ડ કોએત્જીએ ત્રણ, લુંગી અને યાનસેનની બે-બે વિકેટ મળી. રબાડા અને કેશવ મહારાજને 1-1 વિકેટ મળી.

ADVERTISEMENT

ઇંગ્લેન્ડના બોલર અને બેટ્સમેન તમામ મોરચે નિષ્ફળ

આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ પહેબા બેટિંગ કરતા હેનરિક ક્લાસેનના ધમાકેદાર શતકના કારણે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા માટે હેનરિક ક્લાસેને સૌથી વધારે 109 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડની તરફથી રીસ ટોપલીએ ત્રણ અને એટકિંસન, આદિલ રશીદે બે-બે વિકેટ ઝડપી હતી. પહેલા બેટિંગ કરતા ઉતરેલી સાઉથ આફ્રીકાની શરૂઆત સારી નહોતી રહી. સ્ટાર બેટ્સમેન ક્વિંટન ડિકોક પહેલી જ ઓવરમાં પવેલિયન પરત ફર્યા. તેણે પહેલા બોલ પર ચોક્કો માર્યો હતો. રાસી ડુસેન અને રીજા હેંડ્રિક્સની વચ્ચે બીજી વિકેટ માટે સદીની ભાગીદારે થઇ.

ડુસેન ઇજાગ્રસ્ત હોવા છતા રમવા માટે ઉતર્યો

ડુસેન 61 બોલમાં 60 રન બનાવીને આઉટ થયા. તેના થોડા સમ બાદ રીજા હેંડ્રિક્સ આઉટ થયા. તેણે 75 બોલમાં 85 રન બનાવ્યા. રીસ ટોપલી ઇજાગ્રસ્ત હોવા છતા મેદાન પર પરત આવ્યો અને એડન માર્કરમની સાથે ડેવિડ મિલરને પણ પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. માર્કરમે 42 અને મિલરે 5 રન બનાવ્યા. ત્યાર બાદ માર્કો યાનસેન અને હેનરિક ક્લાસેનની વચ્ચે 77 બોલમાં 151 રનની ભાગીદારી થઇ. હેનરિક ક્લાસેને 67 બોલમાં 109 રન બનાવ્યા. પોતાની પારીમાં તેમણે 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. માર્કો યાનસેને 42 બોલમાં અણનમ 75 રન બનાવ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT