ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને ઈજા, એમ્બ્યુલન્સમાં લઈ જવાયો હોસ્પિટલ, જુઓ Photos

ADVERTISEMENT

Ben Stokes Injured
બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત
social share
google news

Ben Stokes Injured : ભારત સામે તાજેતરમાં વનડે શ્રેણી જીત્યા બાદ શ્રીલંકાનું મનોબળ વધ્યું છે. આ મહિનાના અંતમાં શ્રીલંકાની ટીમ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ ડોમેસ્ટિક ક્રિકેટ મેચ હંડ્રેડમાં રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હવે શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં તેની રમવા પર સવાલ છે.

નોર્ધન સુપર ચાર્જીસ દ્વારા માન્ચેસ્ટર ઓરિજિનલ્સ સામે રમતી વખતે ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં 33 વર્ષીય સ્ટોક્સના ડાબા પગની સ્નાયુઓ ખેંચાઈ ગઈ હતી. તેમણે મેદાન છોડવું પડ્યું. તે બે રન બનાવીને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેની ઈજાની ગંભીરતા હજુ જાણી શકાઈ નથી અને તે ટૂંક સમયમાં સંપૂર્ણ ફિટ થવાના પડકારનો સામનો કરશે.

સ્ટોક્સને એમ્બ્યુલન્સમાં લઈ જવાયો

ધ હન્ડ્રેડની મેચ દરમિયાન જ્યારે બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો ત્યારે ફિઝિયોએ મેદાનમાં જઈને તેની તપાસ કરી અને પછી તેને ખભાના સહારે બહાર લઈને આવ્યા. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટનને એમ્બ્યુલન્સ દ્વારા સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેઓ માત્ર એક કલાક બાદ સ્ટેડિયમ પરત ફર્યા હતા. ઈજાગ્રસ્ત થયા બાદ સ્ટોક્સ ક્રેચની મદદથી ચાલતો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે ગયા મહિને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું. તેની પ્રથમ મેચ શ્રીલંકા સામે 21 ઓગસ્ટથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. આ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 6 સપ્ટેમ્બરથી ઓવલમાં રમાશે. ત્રણ મેચોની શ્રેણીમાં સ્ટોક્સના રમવા અંગેનો નિર્ણય શ્રેણીની શરૂઆત પહેલા લેવામાં આવશે.

શ્રીલંકા-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ શેડ્યૂલ

  • ઇંગ્લેન્ડ vs શ્રીલંકા – પહેલી ટેસ્ટ 21 થી 25 ઓગસ્ટ – માન્ચેસ્ટર
  • ઇંગ્લેન્ડ vs શ્રીલંકા - બીજી ટેસ્ટ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર - લોર્ડ્સ
  • ઈંગ્લેન્ડ vs શ્રીલંકા – પહેલી ટેસ્ટ 6 થી 10 સપ્ટેમ્બર – ધ ઓવલ

    follow whatsapp

    ADVERTISEMENT