VIDEO : એક હાથમાં બિયર, બીજા હાથથી પકડ્યો કેચ, શ્રીલંકા-ઈંગ્લેન્ડ મેચમાં જોવા મળ્યો ગજબનો નજારો
તમે ક્રિકેટના મેદાન પર ઘણી વખત ખેલાડીઓને અદ્ભુત કેચ લેતા જોયા હશે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચમાં ચાહકોને અદભૂત નજારો જોવા મળ્યો. મેચમાં જે વ્યક્તિએ કેચ પકડ્યો તેના એક હાથમાં બિયરનો ગ્લાસ હતો જ્યારે તેણે બીજા હાથે કેચ પકડ્યો હતો.
ADVERTISEMENT
One Hand Catch Video : તમે ક્રિકેટના મેદાન પર ઘણી વખત ખેલાડીઓને અદ્ભુત કેચ લેતા જોયા હશે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચમાં ચાહકોને અદભૂત નજારો જોવા મળ્યો. મેચમાં જે વ્યક્તિએ કેચ પકડ્યો તેના એક હાથમાં બિયરનો ગ્લાસ હતો જ્યારે તેણે બીજા હાથે કેચ પકડ્યો હતો.
આ કારનામું મેદાન પર હાજર ખેલાડીઓએ નહીં પરંતુ સ્ટેન્ડમાં બેઠેલા ચાહકોએ કર્યું હતું. મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની બેટિંગ ચાલી રહી હતી. અસિતા ફર્નાન્ડો બોલિંગ કરી રહ્યા હતા. માર્ક વૂડે તેના શોર્ટ બોલ પર જોરદાર શોટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રીની બહાર સ્ટેન્ડની ઉપર હતો. બોલ નીચે આવતાની સાથે જ ત્યાં હાજર એક ચાહકે એક હાથે બોલ પકડી લીધો. તેના બીજા હાથમાં બીયરનો ગ્લાસ હતો.
તેના હાથમાં બોલ આવતાની સાથે જ તેણે કેમેરા પર બોલ બતાવ્યો. ડ્રેસિંગ રૂમમાં પણ લોકો અને કોચ હસવા લાગ્યા. આ દરમિયાન ફેન્સના કપડા પર પણ બિયર પડી હતી. કેચ પકડ્યા બાદ ચાહકે બધાને સલામ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT