ENG vs NZ LIVE Score, World Cup 2023: ન્યૂઝીલેન્ડે- ઇંગ્લેન્ડને ખરાબ રીતે ધમરોળ્યું
અમદાવાદ : ICC વન ડે વર્લ્ડ કપ 2023 ની ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને ખુબ જ ખરાબ રીતે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ…
ADVERTISEMENT
અમદાવાદ : ICC વન ડે વર્લ્ડ કપ 2023 ની ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને ખુબ જ ખરાબ રીતે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બે ધાંસુ સદીઓ ફટકારી હતી. બંન્ને સદી ન્યૂઝીલેન્ડના સ્ટાર પ્લેયર ડેવોન કોન્વે અને રચિન રવીન્દ્રએ લગાવી છે.
ENG vs NZ LIVE Score, World Cup 2023: ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ 2023 ની તોફાની અંદાજમાં શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચ ડિફેંડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. ગુરૂવારે થયેલી આ ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમે 36.2 ઓવરમાં જ 9 વિકેટે જીત પ્રાપ્ત કરી છે.
ન્યૂઝીલેન્ડે ગત્ત એટલે કે 2019 નો વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી, જેમાં ઇંગ્લેન્ડે તેને પરાજિત કર્યું હતું. તેવામાં 4 વર્ષ બાદ કીવી ટીમે ઇંગ્લેન્ડ પાસેથી વ્યાજ સહિત બદલો લીધો છે. 2019 ફાઇનલમાં મેચ અને પછી સુપર ઓવર ટાઇ થયા બાદ બાઉન્ડ્રી કાઉન્ટના નિયમથી ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરી હતી.
ADVERTISEMENT
ટોસ હારીને ઇંગ્લેન્ડે 282 રન બનાવ્યા હતા
4 વર્ષ બાદ આ વર્લ્ડ કપની ઓપનિંગ મેચ બંન્ને ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં કેન વિલિયમસન નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ટોમ લૈથમે કમાન સંભાળી હતી. લૈથમે ટોસ જીતીને મેચમાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરના અંતે માંડમાંડ 9 વિકેટ ગુમાવીને 282 રન બનાવી શકી હતી. ટીમ માટે જે રૂજ 86 બોલ પર સૌથી વધારે 77 રનની લાંબી ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 43, જોની બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ફાસ્ટ બોલર મૈટ હૈરનીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. મિચેલ સેંટનર અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ ઝડપી હતી.
કોન્વે અને રવીંદ્રએ તોફાની સદીઓ ફટકારી
મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમે 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમે 10 રન પર જ વિલ યંગ સ્વરૂપે પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ડેવોન કોન્વે અને રચિન રવીંદ્રએ મોર્ચો સંભાળ્યો અને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરની ધોલાઇ કરવાની શરૂઆત કરી હતી. પહેલા બંન્નેએ પોતાની અડધી સદી પુરી કરી. ત્યાર બાદ બંન્નેએ પોત-પોતાની સદીઓ પણ ફટકારી હતી.
ADVERTISEMENT
પહેલા સ્ટાર ઓપનર ડેવોન કોન્વેએ તોફાની અંદાજમાં સદી ફટકારી. તેણે 83 બોલમાં આ સદી ફટકારી હતી. આ દરમિયાન કોનવે 2 છગ્ગા અને 13 ચોક્કા ફટકાર્યા હતા. જેના પરિણામે ન્યૂઝીલેન્ડે 27 ઓવરમાં જ 200/1 નો સ્કોર કરી લીધો હતો.
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં મેચ જીતી
ત્યાર બાદ સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ્રએ તોફાની બેટિંગ કરતા પોતાની સદી પુર્ણ કરી હતી. આ રવીંદ્રનું વનડે અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી સદી હતી. તેણે 82 બોલમાં સદી ફટકારી. પોતાની સદી પુર્ણ કરવામાં રચિને 5 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. મેચમાંઓવરઓલ કોનવેએ 152 અને રચિને 123 રનની અણનમ રમત રમી હતી. કોનવેએ કુલ 3 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રવીંદ્રએ પોતાની મેચમાં કુલ 5 છગ્ગા અને 11 ચોક્કા ફટકાર્યા હતા. તેના દમ પર ન્યૂઝીલેન્ડે 1 વિકેટ ગુમાવીને 36.2 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી. ઇંગ્લેન્ડ માટે એકમાત્ર વિકેટ સેમ કુરેને લીધી હતી.
ADVERTISEMENT