સ્વદેશ પહોંચતા જ પાકિસ્તાની ટીમમાં વિખવાદ, આ દિગ્ગજનું રાજીનામું, બાબર આઝમની પણ શક્યતા
World Cup 2023 માં શરમજનક પરાજય બાદ પાકિસ્તાની ટીમ પોતાના દેશ પરત ફરી છે. જો કે ટીમ પાકિસ્તાન પહોંચતાની સાથે જ આંચકો લાગ્યો છે. વર્લ્ડકપમાં…
ADVERTISEMENT
World Cup 2023 માં શરમજનક પરાજય બાદ પાકિસ્તાની ટીમ પોતાના દેશ પરત ફરી છે. જો કે ટીમ પાકિસ્તાન પહોંચતાની સાથે જ આંચકો લાગ્યો છે. વર્લ્ડકપમાં શરમજનક પરાજય બાદ પાકિસ્તાની ટીમના બોલિંગ કોચ મોર્ની મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે, તેઓ ટુંક સમયમાં ટીમના નવા બોલિંગ કોચની નિમણુંક કરશે.
કોણ છે મોની મર્કેલ
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોર્કેલે 6 મહિના માટે પાકિસ્તાનની ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્તિ કરાઇ હતી. તેણે આ વર્ષે જ જુન મહિનામાં કોચ તરીકે નિયુક્તિ મળી હતી. કોચિંગમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા પ્રવાસ પર પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમી હતી.
ADVERTISEMENT
Morne Morkel resigns as Pakistan bowling coach
— PCB Media (@TheRealPCBMedia) November 13, 2023
Details here ⤵️ https://t.co/El3BgWVbjh
બાબર આઝમ રાજીનામું આપે તેવી વકી
થોડા સમય અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઇન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હારૂન રાશિદે પદ છોડ્યા બાદ 53 વર્ષીયન ઇન્ઝમામ ઉલ હકને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પીસીબીના ચીફ સિલેક્ટર બનાવાયા હતા. જો કે તેમણે 3 મહિના પહેલા જ પદભાર સંભાળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંન્ને રાજીનામા વગર બાબર આઝમ પણ જલ્દી કેપ્ટન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. બાબર પણ તેના બોર્ડના વલણથી ખુબ જ નાખુશ છે.
પાકિસ્તાની ટીમ બે ભાગમાં ઘરે પહોંચી
પાકિસ્તાન ટીમ બે ભાગમાં ઘરે રવાના થઇ હતી. પ્રથમ બેચમાં 12 નવેમ્બરે સવારે 08.55 વાગ્યે 11 ખેલાડીઓ રવાના થયા હતા. બાકીના તમામ ખેલાડીઓ તે જ દિવસે રાત્રે 08.20 વાગ્યે રવાના થયા હતા. તમામ ખેલાડીઓએ કોલકતાથી ફ્લાઇટ પકડી હતી. તમામ યુએઇથી ઘરે પહોંચ્યા હતા. ફાસ્ટ બોલર હસન અલી હાલ ભારતમાં જ રહેશે. ભારતમાં તેનું સાસરું છે. તે 22 નવેમ્બરે ઘરે જવા માટે રવાના થશે. પાકિસ્તાની કોચ મિકી આર્થર 13 થી 16 નવેમ્બર UAE માં રોકાશે. 16 નવેમ્બરે લાહોર જવા રવાના થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT