સચિન તેંડુલકર, MS ધોનીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા એપ્લાય કર્યું! BCCIને 3000 અરજીઓ મળી

ADVERTISEMENT

Team India Head Coach
Team India Head Coach
social share
google news

Team Head Coach: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં BCCI નવા મુખ્ય કોચની શોધ કરી રહી છે. આ માટે બોર્ડે તાજેતરમાં અરજીઓ મંગાવી હતી, જેની છેલ્લી તારીખ 27 મે હતી. મુખ્ય કોચની રેસમાં ગૌતમ ગંભીર અને સ્ટીફન ફ્લેમિંગના નામ ચાલી રહ્યા છે. આ દિગ્ગજ ખેલાડીઓએ અરજી કરી છે કે નહીં તે અંગે બોર્ડે કોઈ માહિતી આપી નથી, પરંતુ બોર્ડને મુખ્ય કોચના પદ માટે 3000 અરજીઓ મળી છે અને રસપ્રદ વાત એ છે કે આ અરજીઓ સચિન તેંડુલકર, એમએસ ધોની, અમિત શાહ, નરેન્દ્ર મોદી જેવા જાણીતા નામો સામેલ છે.

BCCIને કયા કયા નામની અરજી મળી?

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, બોર્ડને 3000 થી વધુ અરજીઓ મળી છે, જેમાંથી મોટા ભાગની ફેક છે, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટરો અથવા પ્રખ્યાત હસ્તીઓના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈને વડાપ્રધાન મોદી અને અમિત શાહ સિવાય ભૂતપૂર્વ ક્રિકેટરો તેંડુલકર, ધોની, હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગના નામ પર ઘણી અરજીઓ મળી છે.

ગૂગલ ફોર્મ પર અરજી કરાઈ

બોર્ડે 13 મેના રોજ ગૂગલ ફોર્મ પર મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી, ત્યારબાદ બોર્ડને દરરોજ મોટી સંખ્યામાં અરજીઓ મળવા લાગી. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે બોર્ડને કોઈ યોગ્ય ઉમેદવારો તરફથી અરજીઓ મળી છે કે નહીં. આ પહેલીવાર નથી જ્યારે બીસીસીઆઈને ફેક અરજીઓ મળી છે. જેના કારણે તેમનો ઘણો સમય બરબાદ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

અગાઉ 5000 અરજીઓ મળી હતી

જ્યારે બોર્ડે વર્ષ 2022માં અરજીઓ મંગાવી હતી, ત્યારે બોર્ડને ઘણી હસ્તીઓના નામની 5000 અરજીઓ મળી હતી. અગાઉ બોર્ડે ઉમેદવારોને અરજીઓ ઈમેલ કરવા જણાવ્યું હતું, પરંતુ આ વખતે ગૂગલ ફોર્મ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ પછી તરત જ 1 જુલાઈથી શરૂ થયો થશે અને બોર્ડ ટૂંક સમયમાં કોચનું નામ ફાઈનલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT