Dharamsala Outfield: હાર્યા એટલે મેદાન ખરાબ છે! બટલરની વાત બાદ વિવાદ
Jos Buttler: ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના ખરાબ આઉટ ફિલ્ડની ટિકા કરી છે. ઇંગ્લેન્ડની આગામી મેચ ધર્મશાળામાં થશે. Jos Buttler…
ADVERTISEMENT
Jos Buttler: ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના ખરાબ આઉટ ફિલ્ડની ટિકા કરી છે. ઇંગ્લેન્ડની આગામી મેચ ધર્મશાળામાં થશે.
Jos Buttler On Dharamsala Outfield: વનડે વર્લ્ડ કપ 2023 ના માટે કુલ 10 વેન્યૂની ચૂંટણી કરવામાં આવી છે, જેમાં ધર્મશાળાનો હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનો પણ સમાવેશ થાય છે. ધર્મશાળામાં પહેલી મેચ ગત્ત શનિવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ હતી. જેમાં સ્ટેડિયમના આઉટફિલ્ડ ખુબ જ ખરાબ દેખાઇ રહ્યું હતું. બીજી તરફ બીજીમેચ 10 ઓક્ટોબર ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચની પહેલા ઇંગ્લીશ કેપ્ટન જોસ બટલરે ધર્મશાળાના આઉટફિલ્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બટલરે ધર્મશાળાના આઉટફિલ્ડ અંગે કહ્યું કે, મારા અનુસાર આ ખુબ જ ખરાબ છે. જ્યારે તમે વાત કરો છો કે ડાઇવ લગાવતા સમયે સાવધાની વરતો તો આ તેનાથી એકદમ વિરુદ્ધ છે. જે તમે એક ટીમ તરીકે બનવા માંગો છો. રન કે બાઉન્ડ્રી બચાવવા માટે તમે પોતાની જાતને હોમી દેશો, પરંતુ આ આઉટફીલ્ડ પર આ આદર્શ નહી હોય. જો કે આ અમારુ બહાનું નથી. અમે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરીશું. જ્યારે તમને લાગે કે ફિલ્ડ પર પોતાની જાતને પાછળ ખેંચવી પડી રહી છે તો વર્લ્ડકપના મેચમાં પ્લેયર તરીકે તેને પસંદ નહી કરીએ.
ADVERTISEMENT
પહેલી મેચ હારી ચુક્યું છે ઇંગ્લેન્ડ
વર્લ્ડ કપમાં પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ઇંગ્લીશ ટીમને 9 વિકેટથી પરાજિત થવું પડ્યું હતું. પહેલા જ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને કીવીટીમે મોટો ઝટકો આપ્યો હતો. ઇંગ્લેન્ડ માટે ડેવોન કોન્વે અને રચિન રવીંદ્રએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT