દોસ્ત દોસ્ત ના રહા: મિત્રએ જ કર્યો મહેન્દ્રસિંહ ધોની પર માનહાનિનો કેસ, 15 કરોડ રૂપિયા સાથે જોડાયેલો છે આ સમગ્ર મામલો
Defamation Case: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેમની પત્ની…
ADVERTISEMENT
Defamation Case: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેમની પત્ની સૌમ્યા દાસ દ્વારા મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી આગામી 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બે જૂના બિઝનેસ પાર્ટનર (મિહિર દિવાકર અને સૌમ્યા દાસ) સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ધોનીએ રાંચીની સિવિલ કોર્ટમાં અર્કા સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ એન્ડ મેનેજમેન્ટના મિહિર દિવાકર અને સૌમ્યા દાસ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં તેઓએ 15 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
2017માં થયો હતો એક કોન્ટ્રાક્ટ
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, 2017માં મહેન્દ્રસિંહ ધોની અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટની વચ્ચે એક કરાર(કોન્ટ્રાક્ટ) થયો હતો. આ કંપનીના માલિક મિહિર દિવાકર અને તેમની પત્ની સૌમ્યા દાસ છે. આ કરાર (કોન્ટ્રાક્ટ) ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ એકેડમીની બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
‘અમારી પ્રતિષ્ઠાને પહોંચ્યું છે નુકસાન’
તેમની અરજીમાં દંપતી (મિહિર દિવાકર અને સૌમ્યા દાસ)એ જણાવ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની દ્વારા તેમની સાથે 15 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી અને 2017ના કરારના કથિત ભંગ અંગે લગાવવામાં આવેલા ‘ખોટા આરોપો’થી અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. માનહાનિનો કેસ દાખલ કરતી વખતે તેમણે માંગ કરી છે કે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું બંધ કરવામાં આવે.
‘ધોનીના વકીલે અમારી પર લગાવ્યા અનેક આરોપો’
રિપોર્ટ અનુસાર, મિહિર દિવાકર અને સૌમ્યા દાસે કહ્યું છે કે કોર્ટ આ મુદ્દે કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચે તે પહેલા જ મહેન્દ્રસિંહ ધોનીના વકીલ દયાનંદ શર્માએ 6 જાન્યુઆરી, 2024ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના પર અનેક આરોપો લગાવ્યા હતા. જેના કારણે તેમની છબી ખરડાઈ છે. આથી તેમણે બદનક્ષીભર્યા આરોપ લગાવતા રોકવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, એક્સ (અગાઉ ટ્વિટર), ગૂગલ, યુટ્યુબ, મેટા (ફેસબુક) અને ઘણા ન્યૂઝ પ્લેટફોર્મ પર તેમની વિરુદ્ધ ઘણા માનહાનિકારક લેખ પોસ્ટ કરવામાં આવ્યા છે, તેને પણ હટાવવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
આ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ સામે રાંચી કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. જેમાં તેઓએ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઉલ્લેખ કર્યો હતો. આરોપ છે કે મહેન્દ્રસિંહ ધોની અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે 2017માં એક કરાર કરાયો હતો, આ કરાર ભારતમાં અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલવાને લઈને કરાયો હતો. એવો આરોપ છે કે મિહિર દિવાકરે કરારમાં જણાવવામાં આવેલી શરતોનું પાલન કર્યું નથી. કરાર હેઠળ અર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઈઝીની ફી અને ફ્રોફિટ શેર કરવાનું હતું. કરાર બાદ પણ નિયમો અને શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT